

નવી દિલ્હી : ભારતીય એમસીએકસ (MCX) બજારમાં સોના-ચાંદીના ભાવમાં (Gold Silver Price Today) અઠવાડિયાના પ્રથમ દિવસે દિલ્હીની રાષ્ટ્રીય બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે, સ્થાનિક બજારમાં સોનાની અત્યારસુધીની રેકોર્ડ બ્રેક કિંમત 56,200ની સરખામણીએ પ્રતિ 10 ગ્રામ 5521 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો ભાવ ઘટીને રૂપિયા 50,679 પ્રતિ 10 ગ્રામ થયો છે, એક મહિનામાં સોનાની કિંમતમાં 6000 રૂપિયા સુધીનોનો રેકોર્ડ બ્રેક ઘટાડો નોંધાયો છે. જ્યારે ઑગસ્ટમાં ચાંદીના ભાવ 80,000 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો હતો જે આજે ગગડીને રૂપિયા 61,749 થયા છે આમ ચાંદીની કિંમતમાં પણ 18,251 રૂપિયાનો કડાકો બોલ્યો છે.


અઠવાડિયાના પ્રથમ દિવસે કૉમોડિટી એક્સચેન્જમાં (MCX Multi Commodity Exchange) પર સોનાનો ડિસેમ્બર વાયદો 0.3 ટકા ઘટીને રૂ 50,679 પર વેપાર કરતો જોવા મળ્યો હતો. જોકે, ચાંદીનો વાયદો 1.12 ટકા તૂટી રૂ 61,749 પ્રતિ કિલોગ્રામ પર રહ્યો છે. ગત સત્રમાં સોનાના ભાવમાં 0.2 ટકાની તેજી આવી હતી અને ચાંદીમાં 0.3 ટકાનો કડાકો બોલ્યો હતો. પ્રતિકાત્મક તસવીર પ્રતિકાત્મક તસવીર


વૈશ્વિક બજારની વાત કરીએ તો રોકાણકારો યુએસની ચૂંટણી પર નજર રાખી રહ્યા છે. સોમવારે, વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ $ 1,900 પ્રતિ ઔઉસના સ્તરને નીચે આવી ગયો છે. . ભૂતકાળમાં, સોનાના ભાવ પર ડૉલરની તીવ્ર અસર જોવા મળી હતી. જોકે, જાણકારોનું કહેવુ છે કે અમેરિકામાં રાહત પેકેજની અનિશ્ચિતાઓના કારણે સોનાની કિંમતો પર ભારે દબાણ છે.


વિદેશી બજારોમાં સોનાની કિંમતો પાછલા એક અઠવાડિયાના નીચલા સ્તરે આવી ગઈ છે. અમેરિકામાં પ્રોત્સાહન પેકેજને લઈ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યા છે. જેના કારણે ડૉલર મજબૂત છે. સોનામાં મોટો કડાકો ન બોલવાનું એક કારણ એ પણ છે કે અમેરિકામાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. વિદેશી બજારામાં સોનાના સ્ટોકમાં 0.1 ટકાનો ઘટાડો બોલ્યો છે.જેની કિંમત 1899.41 ડૉલર પર પહોંચી છે. જ્યારે ચાંદીમાં 0.5% ટકાનો કડાકો બોલ્યો છે અને તેની કિંમત 24.45 ડૉલર પ્રતિ આઉસ રહી છે. જ્યારે પ્લેટિનમની કિંમત 0.7% ટકાનો ઘટાડો થઈને 895 ડૉલર પહોંચી છે.


સમીકરણો બદલાયા : નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિવક બજારમાં સોનાની કિંમતમાં મામૂલી બદલાવ સાથે 1899.41 ડૉલર પ્રતિ ઔસના સ્તર પર આવી ગયું છે. મજબૂત અમેરિકન ડૉલરે સોના પર દબાણ બનાવી રાખ્યું છે પરંતુ દુનિયાના સૌથી મોટા ટ્રેડિંગ એક્સચેન્જમાં શુક્રવારે એસડીપીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ શુક્રવારે 0.14% ઘટીને 1,263.80 ટન રહ્યું હતું. પ્રતિકાત્મક તસવીર