Gold silver Price : સોનાના ભાવમાં રાષ્ટ્રીય-વાયદા બજારમાં ભડકો, ધનતેરસ સુધી કેવી રહેશે બજાર?
Gold Price Today : આ મહિને સોના ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ઇલેક્ટ જો બાઇડનની અસર જોવા મળશે? સોનામાં કેટલું રોકાણ કરવું જોઈએ.


ધનતેરસના થોડા દિવસો પહેલાં જ સોનાના ભાવમાં (Gol Price) વધારો જોવા મળી રહ્યો છે. નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં સોનાના દિલ્હીની રાષ્ટ્રીય બજાર અને વાયદા બજારમાં ભાવમાં રૂપિયા1633 Rs Price rise in Gold in November) વધારો જોવા મળી રહ્યો છે. જોકે, આ વધારામાં પણ સોનાનો ભાવો અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક ભાવ (7 ઑગસ્ટની સરખામણી)એ 3,653 રૂપિયા ઓછઆ છે જ્યારે ચાંદી પણ આ વર્ષના રેકોર્ડબ્રેક ભાવ કરતા આજની તારીખે 9,168 રૂપિયા સસ્તી છે.


હકિકતતમાં જાણકારના મતે અમેરિકામાં (USA) જો બાઇડનના (Joe Biden) વ્હાઇટ હાઉસમાં શપથગ્રહણ બાદ નવા આર્થિક પેકેજની ઘોષણાની આશા છે. જેના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ સાથે આંતરાષ્ટ્રીય બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. આંતરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1,950 ડૉલર પર ઔસ અને ચાંદીનો ભાવ 25.44 ડૉલર રહ્યો છે.


એક અહેવાલમાં કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે દિવાળી સુધીમાં સોનાનો ભાવ 52,000થી 54,000 (Pirce of Gold in Diwali 2020) રહેવાનું અનુમાન છે. જ્યારે જો બાઇડન રાષ્ટ્રપતિ બનતાની સાથે જ શેરબજારમાં દબાણ જોવા મળશે. પ્રતિકાત્મક તસવીર


સોનાના વધતા ભાવ પાછળ કોરોના ફેક્ટર અને અનિશ્ચિતાઓ છે. કારણ કે સમગ્ર વિશ્વની બેંકો બજારની અનિશ્ચિતાને જોતા સોનાની ખરીદી કરી રહી છે. દરમિયાન અમેરિકા અને ચીન વચ્ચેના વેપારનો તણાવ અને ભારત સાથેનો બોર્ડર વિવાદ પણ કારણ છે. આ સાથે અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકે અણસાર આપ્યો છે કે તે 2023 સુધી વ્યાજદર ઝીરો રાખવામાં આવશે. પ્રતિકાત્મક તસવીર