શું તમને ખબર છે 1947માં દેશ જ્યારે આઝાદ થયો ત્યારે સોના-ચાંદીની કિંમત (Gold Silver rates in 1947) કેટલી હતી? આઝાદીના 74 વર્ષ પછી સોના-ચાંદીએ કેટલું વળતર (Gold Silver return) આપ્યું? હકીકતમાં સોના સાથે દરેક ભારતીય પરિવારનો ભાવાત્મક સંબંધ છે. ખરાબ સમયમાં પૈસાની જરૂરિયાતને પહોંચી વળવા માટે સોનાને સંભાળીને રાખવાની પરંપરા છે. આ જ કારણ છે કે ભારતમાં દરેક ઘરમાં થોડું કે વધારે સોનું મળી આવે છે. તો આવો જાણીએ આઝાદી બાદ અત્યારસુધી સોનાની સફર વિશે.
2007માં સોનાનો ભાવ 10,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. 2011માં ભાવ 26,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે 2020માં સોનાનો ભાવ 56,191 રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો. જોકે ત્યારબાદ 60 હજારના રેકોર્ડે પહોંચતા સોનાને ત્રણ વર્ષનો સમય લાગ્યો છે. આજે એટલે કે 21 માર્ચ 2023ના 12.30 વાગ્યા મુજબ સોનાએ MCX પર 60,265નો હાઈ બનાવ્યો છે. આમ 74 વર્ષમાં સોનું 100 રુપિયાની અંદરથી લઈને 60 હજારને પાર પહોંચ્યું છે.
ચાંદીમાં અત્યારસુધી રિટર્ન- આઝાદીથી અત્યારસુધી ચાંદીના રિટર્ન પર નજર કરીએ તો 1947માં એક કિલોગ્રામ ચાંદીની કિંમત આશરે 107 રૂપિયા હતી. ચાંદીએ આઝાદીથી અત્યારસુધી 58,700% વળતર આપ્યું છે. આઝાદીના 27 વર્ષ પછી 1974માં ચાંદીનો ભાવ 1,000 રૂપિયાને પાર થયો હતો. 1987માં પ્રથમ વખત ભાવ 5,000 રૂપિયાને પાર થયો હતો.
તમારા રોકાણ પોર્ટફોલિયોમાં 10-15 ટકા સોનામાં રોકાણ કરો, કારણ કે અનિશ્ચિતકાળમાં સોનાએ ખૂબ સારું વળતર આપ્યું છે. સારા વળતર માટે ચાંદીમાં પણ રોકાણ કરો. તમારા પોર્ટફોલિયોમાં 10 ટકા હિસ્સો ચાંદી માટે રાખો. ચાંદી ઇન્ડસ્ટ્રીમાં માંગ વધતા સારા વળતરની આશા છે. આમ જોવા જઈએ તો તમારા કુલ રોકાણમાં 25-30 ટકા રોકાણ આ બંને કિંમતી ધાતુમાં હોવું જોઈએ.