નવી દિલ્હી : ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલ્યો છે. વિશ્વમાં અનેક ઠેકાણે લૉકડાઉન બાજ સોના-ચાંદીની કિંમતો (Gold-silve price) આસમાને પહોંચી ગઈ હતી. જોકે, કોરોના વાયરસની રસી તૈયાર થઈ ગઈ છે, તેના સમાચારની વચ્ચે બજારમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. વાત કરીએ સોનાની તો છેલ્લા બે દિવસમાં સોનાની કિંમતમાં 1200 રૂપિયાનો કડાકો બોલ્યો છે. જ્યારે ચાંદીની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. રાષ્ટ્રીય વાયદા બજાર (Gold MCX)માં આજે ડિસેમ્બર વાયદા (Gold Future price)માં 0.9 ટકાનો કડાકો બોલ્યો હતો.
આંતરાષ્ટ્રીય બજારમાં સોના (Gold International price)ની કિંમત પર ભારે દબાણ છે. ઇન્વેસ્ટિંગ ડૉટ.કોમની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી મુજબ ડિસેમ્બર ડિલિવરી સોનાની કિંમતમાં 7 ડૉલરનો ઘટાડો જોવા મળ્યો છે.આ સાથે જ સોનું 1898 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું છે. એવી જ રીતે ડિસેમ્બર ડિલિવરી ચાંદીનો વાયદો પણ ઘટ્યો છે. આ ભાવ તૂટીને હાલમાં 24.35 ડૉલર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. પ્રતિકાત્મક તસવીર
આ વર્ષે માર્ચ મહિનાથી સમગ્ર વિશ્વ કોરોનાની ઝપટમાં આવી ગયું છે. આ સ્થિતિમાં સૌને સોનું (Gold) સુરક્ષિત રોકાણ જેવું લાગી રહ્યું છએ. જેના કારણે સોનામાં ખૂબ રોકાણ થઈ રહ્યું છે. અમેરિકામાં કોવિડ-19ની વેક્સિનના સમાચારોના કારણે સોનાની કિંમતોમાં કડાકો બોલી રહ્યો છે. ગોલ્ડ ઇટીએફ (Gold ETF)માં પણ રોકાણકારોને રસ પડી રહ્યો નથી. ઑગસ્ટના રેકોર્ડબ્રેક (Gold Price Today) ભાવ કરતાં હાલમાં સોનાનો એક તોલાનો ભાવ 6,000 રૂપિયા ઓછો છે. પ્રતિકાત્મક તસવીર