નવી દિલ્હી. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના-ચાંદીના ભાવોના (Gold Silver price Today) ઘટાડાની સીધી અસર ભારતીય બજારો પર પડી છે. સોના-ચાંદીના ભાવમાં આજે બુલિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલના ઘટાડા પછી આજે પણ સોના-ચાંદીના દબાણમાં કારોબાર થઈ રહ્યો છે. 23 ડિસેમ્બર 2020 ના રોજ સોના સાથે ચાંદીના ભાવમાં પણ આંતરાષ્ટ્રીય વાયદા બજારમાં ઘટાડો જોવા મળ્યો છે.