

નવી દિલ્હીઃ સોના-ચાંદીના ભાવ (Gold Silver Rates)માં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi commodity exchange) પર આજે સવારે સોના (Gold Price Today)માં ફેબ્રુઆરી ફ્યૂચર ટ્રેડ 297.00 રૂપિયાના ઘટાડા સાથે 48,864.00 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઉપરાંત ચાંદી (Silver Price Today)નો માર્ચનો ફ્યૂચર ટ્રેડ 405.00 રૂપિયાના ઘટાડાની સાથે 66,130.00 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો.


આવો ચેક કરો દેશની રાજધાની દિલ્હીમાં આજે સોના-ચાંદીના લેટેસ્ટ રેટ્સ- 22 કેરેટ ગોલ્ડઃ 48090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 24 કેરેટ ગોલ્ડઃ : 52460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, સિલ્વર પ્રાઈઝ : 66500 રૂપિયા પ્રતિ કિલો. (પ્રતીકાત્મક તસવીર)


ઇન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડનો ભાવ ગગડ્યો - ઇન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડ પ્રાઇઝની વાત કરીએ તો આજે અહીં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં સોનાનો કારોબાર 7.71 ડૉલરના ઘટાડાની સાથે 1,846.20 ડૉલર પ્રતિ ઔંસના ભાવ ટ્રેડ થઈ રહ્યો છે. આ ઉપરાંત ચાંદી 0.13 ડૉલરના ઘટાડાની સાથે 25.33 ડૉલરના સ્તર પર કારોબાર કરી રહી છે. (પ્રતીકાત્મક તસવીર)


2021માં પણ તેજી ચાલુ રહેશે - નોંધનીય છે કે, વર્ષ 2021માં સોનાના ભાવમાં તેજી જોવા મળી શકે છે. જાણકારોનું માનીએ તો આ વર્ષે સોનાની કિંમત 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. આ વર્ષે સોનાના ભાવમાં શાનદાર તેજી બની રહી શકે છે. વર્ષ 2020માં પણ ગોલ્ડમાં ઘણી મજબૂતી જોવા મળી હતી. (પ્રતીકાત્મક તસવીર)