નવી દિલ્હી: જો તમે સસ્તું સોનું ખરીદવા માંગતો છો તો તમારે માટે ખૂબ સારો મોકો છે. જો તમે લગ્ન માટે કે પછી રોકાણ (Investment in gold)ના ઉદેશ્ય સાથે સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમય તમારે માટે ખૂબ જ અનુકૂળ છે. છેલ્લા થોડા દિવસોથી સોનાની કિંમત (Gold Price)માં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો છેલ્લા એક અઠવાડિયાની વાત કરવામાં આવે તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)માં સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામ 2,000 રૂપિયાથી વધારે ઘટાડો નોંધાયો છે. આથી તમારી પાસે સસ્તુ સોનું ખરીદવાનો ખૂબ સારો (Gold Price News) મોકો છે.
ઘટાડો વધારે દિવસ નહીં ટકે: કોમોટિડી નિષ્ણાતોનું માનીએ તો જુલાઇ પછી સોનું મોઘું થશે. આથી રોકાણની દ્રષ્ટિએ તમને મોટું વળતર મળશે, પરંતુ ખરીદી કરવી મોંઘી પડશે. નિષ્ણાતો કહે છે કે કિંમતી ધાતુની કિંમતમાં ઘટાડો અસ્થાયી છે. સોનામાં રોકાણ કરવા માંગતા રોકાણકારોએ આ ઘટાડાને એક તકના રૂપમાં જોવો જોઈએ. શરાફા નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સોનાની કિંમત બહુ ઝડપથી પલટાઈ જશે. મહિનાના અંત સુધીમાં ભાવ 48,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જશે.
મહિનામાં સૌથી નીચેના સ્તર પર ભાવ : સોનાની કિંમત એક મહિનાના સૌથી નીચેના સ્તર પર પહોંચી છે. જ્યારે ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી છે. દુનિયાભરના બજારોમાં સોનાની કિંમતમાં ઘટાડા વચ્ચે ભારતીય બજારમાં પણ સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુડ રિટર્ન્સ વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 47,410 રૂપિયાથી ઘટીને 47,350 પર આવી ગઈ હતી.
જો ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ભાવ 70,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. એવામાં શુક્રવારે સોનાના ભાવ શુક્રવારે 60 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 48,350 રૂપિયા પર આવી ગયો છે. જે ગત ગત કામકાજના દિવસે 48,410 રૂપિયા હતો. ઉલ્લેખનીય છે કે સોનાની કિંમત હજુ પણ રેકોર્ડ સ્તરથી 9000 રૂપિયા ઓછી છે. ગત વર્ષે ઓગસ્ટમાં સોનાની કિંમત 56,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી હતી.
આ રીતે ચેક કરી શકાશે સોનાની શુદ્ધતા : જો તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. 'BIS care app'ની ગ્રાહકો (Consumer)સોના (Gold)ની શુદ્ધતા (Purity)ની માહિતી મેળવી શકે છે. આ એપની મદદથી સોનાના શુદ્ધતાની તપાસ સિવાય તમે તેના સાથે જોડાયેલી ફરિયાદ પણ કરી શકો છો. (પ્રતીકાત્મક તસવીર: Shutterstock)