નવી દિલ્હી. ભારતીય બજારમાં આજે ફરી સોનાના ભાવ (Gold Price Today)માં ઘટાડો નોંધાયો છે. શુક્રવાર એટલે કે 12 માર્ચ, 2021ના રોજ MCX પર સોનું વાયદો 0.3 ટકા ઘટીને 44,731 પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદીનો વાયદો 0.5 ટકા ઘટીને 67,177 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો. અત્યાર સુધી સોનાનો ભાવ લગભગ 11 મહિનાના નીચલા સ્તર પર આવી ચૂક્યો છે. સોનાના ભાવ ઓગસ્ટમાં 57,000ના ઉચ્ચતમ સ્તરે સ્પર્શ્યો હતો. ગત કારોબારી સત્ર દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં 0.11 ટકાનો વધારો થયો જ્યારે ચાંદી (Siliver Price)માં 0.2 ટકાનો વધારો થયો હતો. જાહેર રજાના કારણે ગુરુવારે MCX સવારના સત્ર માટે બંધ હતું.
આ કારણે ઘટી રહ્યો છે સોનાનો ભાવ - ક્વાન્ટમ મ્યૂચ્યૂઅલ ફંડના સીનિયર ફંડ મેનેજર ચિરાગ મહેતાનું કહેવું છે કે વધારાના ખર્ચના કારણે વાસ્તવિક અર્થવ્યવસ્થામાં વધુ નાણા ફસાવાની સાથે, મજબૂત બજાર, ડૉલરના ડાઉનટ્રેડના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં આવનારા સપ્તાહમાં ગોલ્ડની કિંમત કેટલાક સકારાત્મક્તા જોવા મળી શકે છે.