

સીએનબીસી ટીવી 18 : સોમવારે સોનાની ખુલતી બજારે (Gold Price Today) રાષ્ટ્રીય વાયદા બજારમાં (Gold MCX) સોનાના ભાવમાં સહેજ વધારો જોવા મળ્યો છે. પાછલા સત્રમાં સોનાના ભાવમાં કડાકાની વચ્ચે ખુલતી બજારે ફેબ્રુઆરી વાયદાના ભાવમાં 0.25 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ખુલતી બજારે સવારે 11.15 વાગ્યાની બજાર મુજબ ફેબ્રુઆરી ગોલ્ડ ડિલિવરીનો ભાવ 0.25 ટકા ઊંચકાયો છે અને 49,296 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે જે ગત સત્રના અંતે 49,172 રૂપિયા પ્રતિ તોલાએ બંધ રહ્યો હતો.


દરમિયાન ચાંદીના ભાવમાં (Silver Price Today) પણ સહેજ વધારો જોવા મળ્યો છે. યાંદી વાયદો (Silver MCX) 0.7 ટકાના વધારા સાથે 63,856 રૂપિયાની કિંમત પર વેપાર જોવા મળ્યો છે જ્યારે ગત સત્રમાં તે 663,643 રૂપિયાથી વેપારની શરૂઆત જોવા મળી હતી આમ વાયદા બજારમાં સોનું અને ચાંદી બંનેના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.


આ અંગે કેડિયા કોમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું કે 'વિશ્વભરમાં કોરોનાવાયરસના વધતા જતા કેસો અને ડૉલરની કિંમતમાં ગહન નબળાઇ વચ્ચે રોકાણના સલામત સ્થાન તરીકે સોનાનો ભાવ વધ્યો. કોવીડ -19 રસી અંગેની અનિશ્ચિતતા અને મધ્યસ્થ બેન્કો દ્વારા વધુ ઉત્તેજનાની આશાએ પણ પીળી ધાતુના ભાવને ટેકો આપ્યો છે.'


આંતરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ 1837.04 ડૉલર પર ઔસ પર સ્થિર રહ્યો જ્યારે યુએસ ગોલ્ડ ફ્યૂચરના ભાવમાં થોડો બદલાવ જોવા મળ્યો છે. યુએસ ફ્યૂચર ગોલ્ડનો ભાવ 1840.80 રૂપિયા જોવા મળ્યો હતો.


અમદાવાદ બુલિયન માર્કેટમાં (Gold Price, 05 December 2020 in Ahmedabad) આજે શનિવારે 10 સોનાના ભાવમાં દિવસ દરમિયાનના કારોબારના અંતે પાછળા ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,800 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું.જો કે, શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,800 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું.