નવી દિલ્હીઃ અમેરિકન ડૉલર (US Dollar)માં પરત ફરેલી મજબૂતીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં (Gold Price Today) ઘટાડો નોંધાયો છે. તેની અસર આજે સ્થાનિક વાયદા બજારમાં પણ જોવા મળી છે. મંગળવારે વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. MCX પર સોનાનો ભાવ ઘટીને 51 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની નીચે આવી ગયો છે. ઓક્ટોબર વાયદો 0.5% તૂટીને 50,803 પ્રતિ દસ ગ્રામ થઈ ગયો. બીજી તરફ, ચાંદી ડિસેમ્બર વાયદો પણ 0.6% તૂટીને 67,850 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો. (પ્રતીકાત્મક તસવીર)