મુંબઈઃ દેશના વાયદા બજારમાં આજે સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી છે, પરંતુ ચાંદીની ચમક વધી છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાનો ભાવ (Gold Price Today) 0.04 ટકાના સામાન્ય ઘટાડાની સાથે 50,667 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક કારોબાર કરી રહ્યો છે. ગત ચાર દિવસના કારોબારમાં ત્રીજી વાર તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીના ભાવ (Silver Price Today)માં એક ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તે 61,510 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર કારોબાર કરી રહી છે. (પ્રતીકાત્મક તસવીર)
જોકે આ ઘટાડો થયો હોવા છતાંય અનેક જાણકારો લાંબી અવધિમાં સોનાના ભાવને લઈ સકારાત્મક છે. તેમનો તર્ક એવો છે કે અમેરિકામાં ટૂંક સમયમાં નવા પ્રોત્સાહન પેકેજ (Stimulus Package)ની જાહેરાત થઇ શકે છે. સાથોસાથ ડૉલરમાં નબળાઈ આવવાની આશા છે. કરન્સીમાં નબળાઈની સાથોસાથ સોનાનો ભાવ વધી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)
વૈશ્વિક બજારનો ભાવ - વૈશ્વિક બજારની વાત કરીએ તો અહીં ઉતાર-ચઢાવની વચ્ચે સોનામાં તેજી જોવા મળી રહી છે. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી (USA Presidential Election) અને ફેડરલ રિઝર્વ (US Federal Reserve) પોલિસીની બેઠકના ઠીક પહેલા રોકાણકારો સતર્ક જોવા મળી રહ્યા છે. અહીં સ્પોટ ગોલ્ડનો ભાવ 0.2 ટકા વધીને 1,882 ડૉલર પ્રતિ ઔસ પર રહ્યો. જ્યારે ચાંદીનો ભાવ 1.2 ટકા વધીને 23.92 ડૉલર પ્રતિ ઔંસ પર રહ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)
કઈ વાતો પર રોકાણકારોની નજર - અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીને લઈ સતત આવી રહેલા સમાચારોની વચ્ચે રોકાણકારો ઘણા વ્યસ્ત લાગી રહ્યા છે. અને પોલ્સમાં જો બાઇડન આગળ જોવા મળી રહ્યા છે. પરંતુ રિપબ્લિકન અને ડેમોક્રેટિકમાં જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બીજી તરફ ગત પાંચ સપ્તાહ દરમિયાન યૂરોપમાં કોવિડ-19 સંક્રમણની સંખ્યા બમણી થઈ ચૂકી છે. જોકે, ડૉલરમાં મજબૂતીની સાથે સોના પર દબાણ વધી શકે છે. અનેક કરન્સીની તુલનામાં ડૉલર ઇન્ડેક્સ 0.09 ટકા વધુ છે. (પ્રતીકાત્મક તસવીર)