નવી દિલ્હીઃ બે દિવસમાં ભારે ઘટાડા બાદ આજે ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના ભાવ (Gold Price Today)માં ઉછાળો જોવા મળ્યો છે. MCX પર સોનાનો ભાવ 0.2%ના વધારા સાથે ખુલ્યો. તેની સાથે જ આજે સોનાનો તાજો ભાવ 47,947 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. બીજી તરફ ચાંદીનો ભાવ (Silver Price Today) પણ 1.5 ટકા (1000 રૂપિયા પ્રતિ કિલો) તેજી સાથે 68,577 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. ગ્લોબલ માર્કેટમાં ફેરફારના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ચાંદીના ભાવમાં લગભગ 6000 રૂપિયા સુધીનો ઘટાડો આવ્યો હતો. ગત કારોબારી સત્રમાં દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 47,702 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. (પ્રતીકાત્મક તસવીર)
બે દિવસમાં જોવા મળ્યો જોરદાર ઘટાડો- દિલ્હી બુલિયન માર્કેટમાં મંગળવારે સોનાના ભાવમાં 480 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો આવ્યો હતો. બીજી તરફ, ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો આવ્યો હતો. સોમવારના કારોબારી સત્ર દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 48,182 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બીજી તરફ, ચાંદી 73,219 રૂપિયા પ્રતિ કિલોગ્રામ બંધ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારોમાં (International Markets) પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો. (પ્રતીકાત્મક તસવીર)
5 ટકા સુધી ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત- નાણા મંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2021-22 માટે રજૂ કરવામાં આવેલા બજેટમાં સોના અને ચાંદીના આયાત ચાર્જ પર ભારે ઘટાડાની જાહેરાત કરી છે. સોના અને ચાંદી પર આયાત ચાર્જમાં 5 ટકાનો ઘટાડો કર્યો છે. હાલમાં સોના અને ચાંદી પર 12.5 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી આપવી પડે છે. 5 ટકાના ઘટાડ બાદ માત્ર 7.5 ટકા ડ્યૂટી આપવી પડશે. તેના કારણે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. (પ્રતીકાત્મક તસવીર)