નવી દિલ્હીઃ સોનાના ભાવમાં (Gold Price Today) ઘટાડાનું વલણ સતત ત્રીજા દિવસે ચાલુ છે. અમેરિકનજ ડૉલરમાં આવેલી તેજીના કારણે વિદેશી બજારોમાં (Gold Price Down) સોનાના ભાવ 2 ટકા ઘટીને 1862 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે. બીજી તરફ, સ્થાનિક બજારોમાં ગત મહિનાના રેકોર્ડ ઊંચાઈથી ગોલ્ડ 6000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થઈ ગયું છે. (પ્રતીકાત્મક તસવીર)
ભારતીય બજારોમાં આજે શું થશે? - એક્સપર્ટ્સનું કહેવું છે કે સ્થાનિક બજારમાં ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે આવેલી તેજીના કારણે વધતા હતા. જેથી આ ઘટાડા બાદ ભાવમાં નરમીનું વલણ ચાલુ રહેવાની આશા છે. આજે પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે. નોંધનીય છે કે, બુધવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 614 રૂપિયા ઘટીને 50,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો. (પ્રતીકાત્મક તસવીર)
તેનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો છે. અગાઉના ટ્રેડમાં સોનું 51,364 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. HDFC સિક્યુરિટીઝ મુજબ, ચાંદીના ભાવ પણ 1898 રૂપિયા ઘટીને 59,720 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો. આ પહેલાના ટ્રેડમાં ચાંદી 61,618 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. (પ્રતીકાત્મક તસવીર)