

નવી દિલ્હી : જો તમે સોનામાં રોકાણ કર્યું છે તો આ સમાચાર તમારા માટે ખુશખબર છે, પરંતુ જેને સોનું કે સોનાના ઘરેણાં ખરીદવાના છે તેમના માટે આ સમાચાર આંચકારૂપ સાબિત થઈ શકે છે. છેલ્લા બે મહિનામાં સોનાના ભાવ (Gold Prices)માં મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.


પહેલા અમેરિકા-ઈરાન અને પછી અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વૉરના ખતરાથી સોના-ચાંદીના ભાવમાં તેજી રહી. 10 ગ્રામનો ભાવ 42 હજારને પાર સુધી પહોંચ્યો, પરંતુ જેવો તણાવ ઓછો થયો તો સોનાનો ભાવ પાછો 39000 રુપિયાની નજીક પહોંચ્યો હતો. બજારના જાણકારો પણ સોનામાં ઘટાડોની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ ફરી એકવાર સોનામાં તેજી જોવા મળી રહી છે.


આ કારણે ભાવ વધશે - ચીનથી ફેલાયેલા કોરોનાવાયરસ (Coronavirus)એ દુનિયાના અનેક દેશોને પોતાની ઝપેટમાં લીધા છે. ગ્લોબલ બજારમાં તેને લઈને હોબાળો થયો છે. અનેક દેશોમાં તેને લઈને એલર્ટ છે. દુનિયાભરના શેર બજાર કોરોનાવાયરસથી ઘભરાઈ ગયા છે.


સોનનો ભાવ 45000 રૂપિયાને પાર પહોંચી શકે છે - આ કારણ છે કે કમોડિટી માર્કેટમાં પણ હલચલ ઘણી તેજ છે. ભારતીય બજારમાં સોનાનો ભાવ 43000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ચૂક્યો છે. હવે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે કિંમતો ટૂંક સમયમાં 45000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી શકે છે.


સકારાત્મક વૈશ્વિક વલણોની વચ્ચે સોનાનો વાયદા ભાવ સોમવારે 406 રૂપિયા વધીને 43,269 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો.


મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં સોનાનો જૂન કોન્ટ્રાક્ટ 406 રૂપિયા કે 0.95 ટકાના વધારા સાથે 43,269 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો. તેમાં 125 લૉટનો કારોબાર થયો.


આવી જ રીતે સોનાનો એપ્રિલ કોન્ટ્રાક્ટ 401 રૂપિયા કે 0.94 ટકાના વધારાની સાથે 43,067 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો. તેમાં 2,117 લૉટનો કારોબાર થયો.