

મુંબઈઃ કોરોના વાયરસ સંક્રમણની વેક્સીન (Coronavirus Vaccine)ને લઈ વધી રહેલી આશાઓને કારણે દુનિયાભરમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. અંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ (Gold Price) ઘટીને 1929 ડૉલર પ્રતિ ઓંસ પર આવી ગયો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે કોરોનાની વેક્સીનમાં ભલે વિલંબ થાય પરંતુ સારવારને લઈને આશા બની રહી છે. અનેક થેરાપીના સારા પરિણામ જોવા મળ્યા છે. તેથી અમેરિકન અને એશીયન બજારોમાં તેજી આવી છે. તેઓએ જણાવ્યું કે, રોકાણકારોએ સોનામાં નફા વસૂલી આ સપ્તાહે પણ ચાલુ રહી છે. આગામી કેટલાક દિવસોમાં ફરીથી એક હળવી તેજીની આશા વ્યક્ત કરવામાં આવી શકે છે.


અમેરિકન સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ અને દુનિયાની અન્ય કેન્દ્રીય બેન્કોના અભૂતપૂર્વ પ્રોત્સાહક પેકેજોએ વ્યાજ દરોને શૂન્યની નજીક પહોંચાડી દીધા છે. તેને કારણે આ વર્ષે વિદેશી બજારમાં સોનાનો ભાવ લગભગ 28 ટકા ઉછળી ચૂક્યો છે.


સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ- સોમવારે દિલ્હી બૂલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ 44 રૂપિયા ઓછો થઈને 53,040 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો. આ પહેલા શુક્રવારના કારોબાર બાદ સોનાનો ભાવ 53,084 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.


દિલ્હી બૂલિયન બજારમાં સોમવારે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 68,202 રૂપિયા પર આવી ગયો. શુક્રવારે ચાંદીનો ભાવ 68,408 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.


આજે શું થશે? – એક્સપર્ટસનું કહેવું છે કે આજે ફરીથી ભાવમાં સામાન્ય ઘટાડો આવી શકે છે. લાઇવ મિન્ટના અહેવાલ મુજબ, ઉપલા સ્તરથી સોનાનો ભાવ 5000 રૂપિયા સુધી ઘટી ગયો છે. સોનાનો ભાવ 56,200થી ઘટીને 51,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક આવી ગયો છે.