મુંબઈઃ સ્પૉટ ગોલ્ડના ભાવ (Spot Gold Price)માં ગુરુવારે ઘટાડો જોવા મળ્યો છે. ફેસ્ટિવ સીઝન પહેલા જ મહમારીને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતતા અને વધતી બેરોજગારીથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી-કમોડિટી એક્સચેન્જ (MCX) પર ગુરુવારે સોનું 613 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થઈને 49,638 રૂપિયાના સ્તરે આવી ગયું છે. (પ્રતીકાત્મક તસવીર)
દુનિયાભરમાં સોનું ખરીદવાના મામલે ભારત બીજા સ્થાને છે. સોનાની સૌથી વધુ ખપત ચીનમાં થાય છે. વાયદા બજારમાં પણ ઓક્ટોબર માટે માટે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તે 0.45 ટકા ગબડીને 49,293 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. ગત ચાર દિવસમાં સોનાના ભાવમાં લગભગ 2500 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે. (પ્રતીકાત્મક તસવીર)
ડૉલરની મજબૂતીની અસર - ગત મહિને જ સોનાનો ભાવ ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. આ દરમિયાન હાલના ઘટાડાથી અલગ મોટાભાગના એનાલિસ્ટ તથા ટ્રેડર્સ સોનાના ભાવને લઈ હજુ પણ આશાવાદી દેખાઈ રહ્યા છે. હાલમાં સોનાના ભાવ પર સૌથી વધુ અમેરિકાની કરન્સી ડૉલરની અસર જોવા મળી રહી છે. આ સપ્તાહ અમેરિકન કરન્સી ડૉલરમાં મજૂબતી જોવા મળી છે. (પ્રતીકાત્મક તસવીર)
વ્યાજ દરોએ ખેલ બગાડ્યો - જાણકારોનું કહેવું છે કે વિકસિત દેશોમાં વ્યાજ દરો શૂન્યની નજીક પહોંચી ગયા છે. કેન્દ્રીય બેન્કોએ પણ સંકેત આપ્યા છે કે લાંબા સમય સુધી વ્યાજ દરો આવા જ રહેશે. સામાન્ય રીતે વ્યાજ દરોની અસર સોનાના ભાવ પર પડે છે. એવામાં હવે આશા રાખવામાં આવી રહી છે કે વ્યાજ દરો શૂન્યની નજીક હોવાથી મોટાભાગના લોકો સુરક્ષિત રોકાણ ગોલ્ડમાં પૈસા લગાવવાનો વિકલ્પ પસંદ કરે છે. તેનાથી ભાવમાં તેજી આવવાનું અનુમાન છે. (પ્રતીકાત્મક તસવીર)
અમેરિકામાં વધતી બેરોજગારીથી Goldને મળશે સપોર્ટ - અમેરિકામાં સાપ્તાહિક બેરોજગારી આંકડાથી જાણવા મળે છે કે ઓગસ્ટના અંત સુધી લગભગ 3 કરોડ અમેરિકાના લોકો બેરોજગારી ભથ્થાનો લાભ લઈ રહ્યા છે. ત્યારબાદ હવે એવી પણ આશા વધી છે કે ફેડ રિઝર્વ અને અમેરિકન સરકાર આગળ પણ પ્રોત્સાહક પેકેજની જાહેરાત કરી શકે છે જેથી અર્થવ્યવસ્થાને પાટા પર લાવી શકાય. જાણકારો કહે છે કે કેન્દ્રીય બેન્ક હજુ પણ અર્થવ્યવસ્થામાં લિક્વિડિટી વધારશે. સોનાના ભાવ માટે સકારાત્મક પગલું હશે. (પ્રતીકાત્મક તસવીર)
દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું અને ચાંદી ગબડ્યા - ગુરુવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો. ડૉલરની મજબૂતીની વચ્ચે ગુરુવારે અહીં સોનું 485 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થઈને 50,418 રૂપિયા પર પહોંચી ગયું. જ્યારે ચાંદીના ભાવમાં 2081 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો આવ્યો. ત્યારબાદ ચાંદીના નવા ભાવ 58,099 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. એક લાંબામ સમય બાદ ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ 60 હજારની નીચે આવ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)