

નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે રોકાણકારોને સુરક્ષિત રોકાણ (Safe Investment)ના વિકલ્પ તરીકે સોના (Gold)માં ખૂબ જ નાણા લગાવ્યા. તેના કારણે સોનાનો ભાવ (Gold Prices) આસમાને પહોંચી ગયો. હવે કોરોના વેક્સીન (Corona Vaccine) આવવાના અહેવાલો, રૂપીયામાં મજબૂતી (Rupee) અને શૅર બજાર (Share Markets)માં તેજી આવવાના કારણે રોકાણકારોને સોનામાંથી નાણા પરત ખેંચીને બીજા વિકલ્પોમાં લગાવવાનું શરૂ કરી દીધું છે .તેનાથી સોના અને ચાંદીના ભાવ પોતાના ઉચ્ચતર સ્તરથી ઘણા નીચે આવી ગયા છે. (પ્રતીકાત્મક તસવીર)


બીજી તરફ, હાલમાં તેના ભાવ ઝડપથી ઊંચા જવાના કોઈ અણસાર નથી. આશા છે કે ફેબ્રુઆરી 2021 સુધી સોનાનો ભાવ 42.000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી શકે છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)


સોનાનો ભાવ ઉચ્ચ સ્તરે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં પહોંચ્યો હતો. સોનાનો ભાવ 7 ઓગસ્ટે 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. હવે શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 43 રૂપિયાના સામાન્ય ઘટાડાની સાથે 48,142 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. આ આધાર પર સોનાના ભાવમાં અગાઉના ઉચ્ચ સ્તરથી 8,058 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે. (પ્રતીકાત્મક તસવીર)


ચાંદીના ભાવમાં 19 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધુનો ઘટાડો - બીજી તરફ, ચાંદીનો ભાવ 10 ઓગસ્ટે 78,256 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો, જે શુક્રવાર એટલે કે 28 નવેમ્બર 2020ના રોજ 59,250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો. આ આધારે ચાંદીના ભાવમાં 19 હજાર પ્રતિ કિલોગ્રામથી વધુનો ઘટાડો નોંધાયો છે. (પ્રતીકાત્મક તસવીર)


હવે ફેસ્ટિવ સીઝન ખતમ થયા બાદ લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે. એવામાં વેપારીઓને આશા છે કે કિંમતોમાં થોડોક સુધાર આવી શકે છે, પરંતુ ફેબ્રુઆરી સુધી સોનાના ભાવમાં મોટો ઘટાડો આવી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)