નવી દિલ્હી. ગત સપ્તાહે સતત ઘટાડા બાદ આજે સોનાની કિંમત (Gold Price Today)માં આંશિક વધારો જોવા મળ્યો છે. ગત બે દિવસમાં સોનાની કિંમતમાં લગભગ 1600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોનાનો ભાવ 0.40 ટકા વધારાની સાથે ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ, ચાંદીની કિંમતો (Silver Price Today)માં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)
સોના-ચાંદીના ભાવ (Gold-Silver Price)- સપ્તાહના પહેલા કારોબારી દિવસે MCX પર ઓગસ્ટ વાયદો સોનાનો ભાવ 0.40 ટકા એટલે કે 183 રૂપિયા વધીને 46,882 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. બીજી તરફ, જુલાઈ વાયદો ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીની કિંમત 110 રૂપિયા ઘટીને 67,448 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડનો ભાવ- ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો અહીં સોનાની કિંમતોમાં આજે 15 મહિનામાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયા બાદ ઉચ્ચ સ્તર પર હતું. ગત સપ્તાહે 6 ટકાના ઘટાડા બાદ હાજર સોનું 0.5 ટકા વધીને 1,772.34 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયું. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 0.6 ટકાના ઉછાળાની સાથે 25.95 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
24 કેરેટ ગોલ્ડનો ભાવ- આજના 24 કેરેટ ગોલ્ડના ભાવની વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 50,320 રૂપિયા છે. આ ઉપરાંત ચેન્નઇમાં 48,380 રૂપિયા, મુંબઈમાં 47,210 રૂપિયા, કોલકાતામાં 48,900 રૂપિયા, બેંગલુરુમાં 47,890 રૂપિયા, લખનઉમાં 50,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
આવી રીતે ચેક કરી શકાશે સોનાની શુદ્ધતા- જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)