

નવી દિલ્હીઃ અમેરિકન ડૉલરમાં ઘટાડાની સાથે સોમવારે સોનાના ભાવ (Gold Prices)માં વધારો નોંધાયો છે. ગત સપ્તાહના અંતમાં અમેરિકાના નબળા આર્થિક આંકડાની સાથે કોવિડ-19 (COVID-19) મંદીથી વૈશ્વિક આર્થિક સુધાર પર આશંકા વધી ગઈ હતી, જેનાથી સોનામાં મજબૂતી આવી છે. વિદેશી બજારમાં સોનું 0.2 ટકાના વધારાની સાથે 1,935.53 પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. (પ્રતીકાત્મક તસવીર)


સ્થાનિક બજારની વાત કરીએ તો આજે સવારે સ્થાનિક વાયદા બજાર એટલે કે MCX પર સોના-ચાંદીના કારોબારની શરૂઆત પણ તેજી સાથે થઈ છે. MCX પર સોનું 107 રૂપિયા એટલે કે 0.21 ટકા વધારાની સાથે 50785 રૂપિયાના ભાવે ખુલ્યું. બીજી તરફ ચાંદી પણ 872 રૂપિયા વધીને 68138 રૂપિયાના ભાવે ખુલ્યું. (પ્રતીકાત્મક તસવીર)


નોંધનીય છે કે, શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 52 હજાર રૂપિયા થઈ ગયો હતો. બીજી તરફ ચાંદીના ભાવમાં 700 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. (પ્રતીકાત્મક તસવીર)


શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં 99.9 ટકાવાળા સોનાનો ભાવ 51,826 પ્રતિ 10 ગ્રામથી ઘટીને 51,770 પર આવી ગયો હતો. આ દરમિયાન ભાવમાં 56 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ઘટાડો નોંધાયો હતો. (પ્રતીકાત્મક તસવીર)