નવી દિલ્હી. સોનાની કિંમતો (Gold Price Today)માં તેજી જોવા મળી રહી છે. હાલના સમયમાં સોનું સતત મોંઘું થઈ રહ્યું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX gold price) પર સોનું વાયદો 0.15 ટકાના વધારા સાથે 47,800 રૂપિયાના લેવલ પર પહોંચી ગયું છે. આ ઉપરાંત ચાંદી (Silver Price Today) 69,505 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર છે. આ ઉપરાંત ગત સત્રની વાત કરીએ તો અહીં સોનામાં 0.9 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ, ચાંદીમાં 0.6 ટકાનો ઘટાડો આવ્યો હતો. ગત 5 દિવસમાં સોનું 1500 રૂપિયા સુધી મોંઘું થઈ ગયું છે. (પ્રતીકાત્મક તસવીર)
ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો અહીં સોનું ગત સત્રમાં ત્રણ સપ્તાહના ઉચ્ચ સ્તરની પાસે રહ્યું છે, જેનાથી અમેરિકન ટ્રેઝરી ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે. રાતભરમાં લગભગ 1,815 ડૉલરને સ્પર્શ્યા બાદ હાજર સોનું 0.2 ટકા વધીને 1,800.42 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયું. અમેરિકન ડૉલર (US Dollar)માં સામાન્ય નબળાઈથી પણ કિંમતી ધાતુને મદદ મળી છે. (પ્રતીકાત્મક તસવીર)
24 કેરેટ ગોલ્ડનો ભાવ - 24 કેરેટ સોનાની કિંમતોની વાત કરીએ તો આજે રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 50,560 રૂપિયા છે. આ ઉપરાંત ચેન્નઈમાં 49,250 રૂપિયા, મુંબઈમાં 47,760 રૂપિયા, કોલકાતામાં 49,760 રૂપિયા, હૈદરાબાદમાં 48,710 રૂપિયા, લખનઉ અને જયપુરમાં પણ 50,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. (પ્રતીકાત્મક તસવીર)
સોનાની ખરીદીને લઈ Expertsનો મત- જાણકારોનું માનવું છે કે, આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ગત રેકોર્ડને તોડીને 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જોકે, હજુ તેમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. એવામાં રોકાણકારો 6 મહિનાની અવધિ અને સ્ટોપલોસ લગાવીને ખરીદી કરે તો નફો મેળવી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)