

નવી દિલ્હી : ભારતમાં સોમવારે સોનાની ખુલતી (Gold Price) વાયદા બજારમાં ફેબ્રુઆરી વાયદાના ભાવમાં 1 ટકાની તેજી જોવા મળી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના આર્થિક રાહત પેકેજ પર કરવામાં આવેલા હસ્તાક્ષરો બાદ આ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. એમસીએક્સ (MCX)માં સોમવારે સોનાના ફેબ્રુઆરી વાયદાનો વેપાર 0.84 ટકાના ઉછાળા સાથે સવારે 9.20 કલાકે શરૂ થયો હતો પ્રતિકાત્મક તસવીર


સોનાનો વેપાર તેજી સાથે ખુલતાની સાથે 1 ટકાના ભાવ 50,493 રૂપિયા 10 ગ્રામે પહોંચ્યો હતો જ્યારે ચાંદી પણ 2.9 ટકાના વધારા સાથે વેપાર કરતી દોવા મળી રહી હતી. ચાંદીનો ખુલતી બજારનો ભાવ 69,501 રૂપિયા સામે આવ્યો હતો પ્રતિકાત્મક તસવીર


Comex ગોલ્ડ આંતરાષ્ટ્રીય બજારમાં 1 ટકાના વધારા સાથે 1900 ડૉલર ઔસ પર વેપાર કરતું જોવા મળ્યું છે શુક્રવારે આ બજારે 0.3%ના વધારા સાથે સોનું વેપાર કરતું જોવા મળ્યું હતું. અહીંયા પણ અમેરિકાના આર્થિક પેકેજની ઑફર જોવા મળી રહી છે. પ્રતિકાત્મક તસવીર


Goodreturns.inના મુજબ આજે દેશના ચાર મહાનગરોમાં ખુલતી બજારે સોનાના ભાવ કઈક આ મુજબ છે. આજે દિલ્હીમાં હાજર સોનાના 10 ગ્રામના ભાવમાં 53230 રૂપિયા મુંબઈમાં 49,740 રૂપિયા, કલકત્તામાં 52,140 રૂપિયા અને ચેન્નાઇમાં 51,260 રૂપિયા ભાવ રહ્યા છે. પ્રતિકાત્મક તસવીર