નવી દિલ્હી : સોના-ચાંદીની (Gold-Silver Rate) કિંમતમાં પાછલા એક મહિનાથી સતત કડાકો બોલી રહ્યો છે. વિદેશી વલણોની વચ્ચે ભારતીય બજારોમાં (Gold Market) સોનાના ભાવમાં કડાકો બોલતો જોવા મળી રહ્યો છે. જોકે, બુધવારે સોનાની કિંમતમાં (Gold Price Today) મામૂલી તેજી જોવા મળી છે. વાયદા બજારમાં (MCX) સોનાની કિંમતમાં 36 રૂપિયા ભાવ વધ્યા છે છતાં આ કિંમત પાછલા એક મહિનાનો સૌથી ઓછો ભાવ છે જ્યારે ચાંદીના ભાવમાં પણ વાયદા બજારમાં તેજી જોવા મળી છે. આમ ખરીદી માટે આ સમય શ્રેષ્ઠ છે. પ્રતીકાત્મક તસવીર
વાયદા બજારમાં (Gold MCX) સોનાના વાયદાના ભાવમાં 0.11સ ટકાનો વધારો જોવા મળ્યો છે. વધારા પછી નવી કિંમત 48,476 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ બોલાઈ રહ્યો છે, જે છેલ્લા એક મહિનાની સૌથી ઓછી કિંમત છએ. જ્યારે ચાંદી વાયદાના ભાવમાં 0.4 ટકાનો વધારો થયો છે. આ સાથે ચાંદીનો નવો ભાવ 71,457 રૂપિયા બોલાઈ રહ્યો છે. ઈન્વેસ્ટ માટેનો બેસ્ટ વિકલ્પ
દરમિયાન વૈશ્વિક બજારોમાં મજબૂતીની વચ્ચે અમેરિકન ડૉલરમાં સુધારો થતા સોનાની કિંમત આંતરાષ્ટ્રીય બજારમાં ચાર અઠવાડિયાના સૌથી ઓછા ભાવે જોવા મળી રહી છે. હાલમાં હાજર સોનાનો ભાવમાં આંતરાષ્ટ્રીય બજારમાં 1.855.12 ડૉવલર પ્રતિ ઔસ પર જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીનો ભાવ 0.1 ટકાના કડાકા સાથે 27.62 ડૉલર પ્રતિ ઔસ જોવા મળી રહ્યો છે. જાણકારાનો મતે સોનાનો ભાવ 1,850 ડૉલર આજુબાજુ અને વધારે તૂટે 1800 ડૉલર પ્રતિ ઔસ જોવા મળી શકે છે. પ્રતિકાત્મક તસવીર
દરમિયાન ગુડ રિટર્ન્સ વેબસાઇટના રોજના ભાવની યાદી મુજબ બુધવારે કેરેટ સોનાની કિંમત 47,760 રૂપિયાથી થઈને 47,600 અને ચાંદીની કિંમત 71,500 રૂપિયા પર વેચાણ થઈ રહ્યું છે. નવી દિલ્હીમાં સોનાની કિંમત 47,650, ચેન્નાઈમાં 45,760 રૂપિયા, મુંબઈમાં 47,600 ભાવ સોનાના 22 કેરેટના પર 10 ગ્રામ જોવા મળ્યા છે. પ્રતિકાત્મક તસવીર