Gold Market today: સોનાની કિંમતમાં છેલ્લા થોડા દિવસથી વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગોલ્ડની કિંમતોએ હાજર બજારમાં ક્લોજિંગ આધારે 1835 ડૉલર પ્રતિ ઔંસના લેવલ પર ફ્રેશ બ્રેકઆઉટ આપ્યું છે. શુક્રવારે હાજર બજારમાં સોનું 1839 ડૉલરના સ્તર પર બંધ રહ્યું હતું. એમસીએક્સ પર ફેબ્રુઆરી વાયદાનું સોનું 48,236 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ રહ્યું હતું. આ કિંમત ગુરુવારથી 144 રૂપિયા ઓછી હતી. શુક્રવારે ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય બંને બજારમાં સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, કૉમોડિટી બજારના જાણકારોનું કહેવું છે કે ગોલ્ડ માટે ઓવરઓલ આઉટલુક બુલિશ છે. આથી સોનામાં આવતા કોઈ પણ ઘટાડાને ખરીદીના મોકા તરીકે જોવો જોઈએ.
નિષ્ણાતોનો અભિપ્રાય : બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલના Amit Sajeja કહે છે કે લાંબા સમય સુધી 1760-1835 ડૉલર પ્રતિ ઔંસના સ્તર પર રહ્યા બાદ સોનાની કિંમતે 1835 ડૉલરના સ્તર પર સપોર્ટ માર્કેટમાં ક્લોજિંગ આધારે બ્રેકઆઉટ આપ્યું છે. આ બ્રેકઆઉટ પછી સોનું હવે તાત્કાલિક શોર્ટ ટર્મમાં 1865 ડૉલર પ્રતિ ઔંસના સ્તર પર નજરે પડી શકે છે. 1-2 મહિનામાં ગોલ્ડનો હાજર ભાવ 1890 અને 1910 ડૉલર પ્રતિ ઔંસ નજરે પડી શકે છે.
અન્ય બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય : આ રીતે Profitmart Securities ના અવિનાશ ગોરક્ષકરનું કહેવું છે કે ભારતી સ્ટૉક માર્કેટમાં છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં વેચવાલી જોવા મળી છે. વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી ખૂબ ઝડપથી પૈસા કાઢી રહ્યા છે. જો ડૉલરની સરખામણીમાં વધુ ઊંડી બને છે તો ડૉલરમાં થતી એફઆઈઆઈની કમાણીમાં વધુ ઘટાડો થશે અને તેઓ વૈકલ્પિક રોકાણના વિકલ્પ તરીકે સોનાની પસંદગી કરી શકે છે.
ઘરેલૂ બજારમાં સોનાની કિંમત પર રણનીતિ : ઘરેલૂ બજારમાં સોના પર શું રણનીતિ અપનાવવી? આ અંગે મોતીલાલ ઓસવાલના અમિત સજેજાએ જણાવ્યું કે, એમસીએક્સ પર સોનાની કિંમત તાત્કાલિક 48,650ના સ્તર અને ત્યાર બાદ 1-2 મહિનામાં 49,200 રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે. જોકે, આ તેજી એક તરફી નહીં હોય. વચ્ચે વચ્ચે ઘટાડો અને નફાવસૂલી પણ જોવા મળી શકે છે. જોકે, દરેક ઘટાડા પર થોડી થોડી ખરીદ કરવાની સલાહ રહેશે.
અમિત સજેજાએ વધુમાં કહ્યુ કે, જેમની પાસે સોનામાં પોઝિશન છે તેઓ 48,650 રૂપિયાના સ્તર સુધી શોર્ટ ટર્મ ટાર્ગેટ માટે ટકી રહે. જો એક બે મહિના માટે ટકી રહેશો તો 49,000-49,500 રૂપિયાનું લેવલ જોઈ શકાય છે. જે લોકો સોનામાં ફ્રેશ પોઝિશન લેવા માંગે છે તેઓ 47,700 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે વર્તમાન કિંમતે ખરીદી કરી શકે છે.