નવી દિલ્હી : દેશમાં સોના ચાંદીના ભાવ (Gold Price) છેલ્લા કેટલાક દિવસોથી ગગડી રહ્યા હતા. જોકે, નવા નાણાકીય વર્ષ 2021-22નાં પ્રથમ દિવસે સ્થાનિક સોની બજારોમાં સોના ચાંદીની કિંમતોમાં વધારો (Gold Price Today) થયો છે. આ સ્થિતિમાં દરેક રોકાણકારોને જાણવામાં રસ હશે કે સોનાના ભાવ કેટલા વધી શકે છે? આ સવાલનો જવાબ મેળવવા માટે પાછલા વર્ષોના રેકોર્ડ ચેક કરવો આવશ્યક છે.
સોનાના ભાવના ઇતિહાસ મુજબ છેલ્લા 10 વર્ષમાં સોનાની કિંમતમાં એપ્રિલ, જુન, જુલાઇ અને ઋગસ્ટમાં તેજી રહે છે. સોનાની કિંમતો એપ્રિલમાં આ સમયગાળામાં 2.38 ટકા નફો રળી આપ્યો છે જ્યારે મેમાં 0.16 ટકા નફો આપ્યો છે. ત્યારબાદ જુનમાં ફરી કિંમતો વધે છે અને રોકાણકારોને 1.45 ટકાનું રિટર્ન આપ્યું છે. જુલાઈમાં એવરેજ 1.47 ટકા રિટર્ન સોનાના ભાવમાં મળે છે. છેલ્લા 10 વર્ષથી ઑગસ્ટ સૌથી વધુ રિટર્ન આપનારો મહિનો સાબિત થયો છે.
વર્તમાન સ્થિતિનાં અનુસંધાનામાં એક્સપર્ટસ્ દ્વારા સોનામાં 52,000 રૂપિયાથી લઈને 53,000 પ્રતિ 10 ગ્રામ કિંમતનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે જ્યારે કેટલા જાણકારોના મતે વર્ષ 2021માં સોનાની કિંમત 63 રૂપિયાના સ્તરે પણ જઈ શકે છે. આમ હાલની કિંમતોને જોતા જોખમ ખેડીને પણ સોનામાં રોકાણ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે.