નવી દિલ્હી. કોરોનાની બીજી લહેર વચ્ચે સોના-ચાંદીની કિંમતો (Gold Silver Price Today)માં તેજી બરકરાર છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનામાં તેજીની સાથે કારોબાર થઈ રહ્યો છે. સોનામાં જૂનનો ફ્યૂચર ટ્રેડ 58.00 રૂપિયાની તેજી સાથે 47,809.00 રૂપિયાના લેવલ પર થઈ રહ્યો છે. બીજી તરફ, ચાંદીનો જુલાઈનો ફ્યૂચર ટ્રેડ 720.00 રૂપિયાની તેજી સાથે 72,149.00 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે, સતત તેજીનું વલણ રહ્યા બાદ પણ હાલના સમયમાં સોનાનો ભાવ પોતાના સર્વોચ્ચ સ્તર (All-Time High)થી 9,015 રૂપિયા નીચે ચાલી રહ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)
સોનું 9 હજાર રૂપિયા થયું સસ્તું - સોનાએ ઓલટાઇમ હાઇ ઓગસ્ટ 2020ના પહેલા સપ્તાહમાં સ્પર્શ કર્યો હતો. સોનાનો ભાવ 7 ઓગસ્ટ 2020ના રોજ 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. બીજી તરફ, 7 મે 2021ના રોજ એટલે કે શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 47,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. આ આધાર પર સોનાની કિંમતમાં સર્વોચ્ચ સ્તરથી 9,015 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુનો ઘટાડો નોંધાયો છે. (પ્રતીકાત્મક તસવીર)
આવી રીતે ચેક કરી શકો છો સોનાની શુદ્ધતા- નોંધનીય છે કે, હવે તમે સોનાની શુદ્ધતા ચેક કરવા માંગો છો તો તેના માટે સરકાર તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app'થી ગ્રાહક સોનાની શુદ્ધતા (Gold Purity)ની તપાસ કરી શકે છે. આ એપ (App)ના માધ્યમથી સોનાની શુદ્ધતા તો તપાસી શકાય છે ઉપરાંત તેના સાથે જોડાયેલી કોઈ પણ ફરિયાદ પણ કરી શકાય છે. (પ્રતીકાત્મક તસવીર)