નવી દિલ્હી. સોનાની કિંમતો (Gold Price Today)માં બુધવારે પણ તેજી જોવા મળી છે. એમેસીએક્સ (MCX) પર સોનું વાયદો હળવા વધારાની સાથે ટ્રેડ કરી રહ્યો છે. પરંતુ ગોલ્ડનો ભાવ હજુ પણ બે મહિનાના નીચલા સ્તર પર છે. આજે સોનું 47,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ ચાંદી (Silver Price Today) 0.46 ટકાના વધારાની સાથે 67,823 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર છે. અમેરિકન ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલ દ્વારા વ્યાજ દરોમાં વધારો નહીં કરવાની વાત કહ્યા બાદ પોઝિટિવ ગ્લોબલ સંકેતોના કારણે ભારતમાં સોનાની કિંમતોમાં બુધવારે તેજી આવી છે. (પ્રતીકાત્મક તસવીર)
ગોલ્ડમાં તેજી કેમ આવી રહી છે? - એચડીએફસી સિક્યુરિટીઝ (HDFC Securities)ના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટિઝ) તપન પટેલે જણાવ્યું કે ડૉલરના મુકાબલે રૂપિયામાં 10 પૈસાનો ઘટાડો આવ્યો. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં સોના હાજરનો ભાવ સામાન્ય ઘટ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ અને રૂપિયામાં આવેલા સામાન્ય ઘટાડાના કારણે દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સોનું સામાન્ય ઉછળ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)