નવી દિલ્હીઃ કોરોના વાયરસ વેક્સીન (Coronavirus Vaccine)ને લઈ સતત આવી રહેલા સારા સમાચારોના કારણે સોના (Gold Price Today)ને લઈને ચાલી રહેલું સેફ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ઘટી ગઈ છે. સાથોસાથ આંતરરાષ્ટ્રીય સ્તર પર હવે અમેરિકન ડૉલર મજબૂત થવા લાગ્યો છે. તેથી સોનાના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
સોનાનો ભાવ વધુ કેટલો ઘટી શકે છે? – એલકેપી સિક્યુરિટીઝના જતિન ત્રિવેદીના જણાવ્યા મુજબ છેલ્લા અનેક મહિનાઓથી એવી ચર્ચા થઈ રહી હતી કે કોરોનાની કોઈ વેક્સીન આવશે તો પ્રોફિટ બુકિંગ થશે. મૂળે મોટી સંખ્યામાં લોકોએ સોનામાં સુરક્ષિત વિકલ્પ તરીકે રોકાણ કર્યું છે. એવામાં વેક્સીનના સમાચારની સાથે પ્રોફિટ બુકિંગ થયું. પરંતુ સોનું હજુ પણ પહેલાની જેમ 49,500 રૂપિયાના ભાવ પર મજબૂત છે. જ્યાં સુધી આ સ્તર નહીં તૂટે ત્યાં સુધી મોટો ઘટાડો નહીં આવે. (પ્રતીકાત્મક તસવીર)