નવી દિલ્હી : સોના- ચાંદીની કિંમતોમાં (Gold-silver) આજે સોમવારની ખુલતી બજારે કડાકો (Gold Price Today) જોવા મળ્યો છે. નબળી આંતરાષ્ટ્રીય બજારની વચ્ચે ભારતની વાયદા બજારમાં સોનાના ભાવમાં કડાકો બોલ્યો છે. ચાંદીના ભાવમાં ખુલતી બજારે નજીવો કડાકો બોલ્યો છે. સોનું ઓલટાઇમ હાઇ કિંમત કરતાં 7,000 રૂપિયા સસ્તું થયું છે. પ્રતિકાત્મક તસવીર
આજે સોનાની વાયદા બજારમાં (gold MCX) સોનાના ભાવમાં 0.08 ટકાના કડાકો બોલ્યો છે. સોનાના ભાવ ખુલતી બજાર 10 ગ્રામના 48,953 રૂપિયા બોલાઈ રહ્યા છે જ્યારે ચાંદીના ભાવમાં 0.3 ટકાનો કડાકો (Silver MCX) બોલ્યો છે અને ચાંદીના ભાવ 71,308 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેપાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સોનાના ભાવ ઑગસ્ટ મહિનામાં ભારતીય બજારોમાં ઓલ ટાઇમ હાઇ થઈ ગયા હતા. સોનાની કિંમત ઑગસ્ટ 2020માં રૂપિયા 56000ને પાર પહોંચી ગઈ હતી જેની સરખામણીએ આજની બજારનો ભાવ રૂપિયા 7,000 રૂપિયા સસ્તો જોવા મળી રહ્યો છે.
આંતરાષ્ટ્રીય બજારમાં અમેરિકન ડૉલરની મજબૂતીના કારણે સોનાના ભાવમાં (Gold Price) કડાકો બાલ્યો છે. સ્ટૉક ગોલ્ડની કિંમકમાં 0.2 ટકાનો કડાકો બોલ્યો બોલતા પ્રતિ ઔસ સોનાના ભાવ 1886.76 પ્રતિ ડૉલર ઔસ પર રહ્યો છે. જોકે, અમેરિકાના બૉન્ડ યીલ્ડે કિંમતી ઘાતુના નુકસાનને સીમિત કરી દીધું છે. જ્યારે અન્ય કિંમતી ધાતુમાં ચાંદીમાં 0.7 ટકાનો કડાકો બોલતા પ્રતિ ઔસ ચાંદીની કિંમત 27.58 ડૉલર જોવા મળી રહી છે.