નવી દિલ્હી. સોના અને ચાંદી (Gold-Silver Price) ખરીદવાનો આ યોગ્ય સમય છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આજે શુક્રવારે ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત (Gold Price Today) 47,410 રૂપિયાથી ઘટીને 47,350 રૂપિયા પર આવી ગઈ છે. બીજી તરફ, ચાંદી (Silver Price Today)ની વાત કરીએ તો તેનો ભાવ 70,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. આવી જ રીતે 24 કેરેટ સોનાનો ભાવ શુક્રવારે 60 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી જતાં કિંમત 48,350 રૂપિયા પર આવી ગઈ છે, જે ગત કારોબારી સત્રમાં 48,410 રૂપિયા હતી. (પ્રતીકાત્મક તસવીર)
ગોલ્ડના લેટેસ્ટ રેટ (Gold Price Today, 18 June)- ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, દેશની રાજધાની દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 47,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચેન્નઈમાં તે ઘટીને 45,150 રૂપિયા પર આવી ગયું છે. મુંબઈમાં 10 ગ્રામ સોનાનો ભાવ 47,350 રૂપિયા છે. કોલાકાતામાં 47,180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. (પ્રતીકાત્મક તસવીર)
સિલ્વરનો લેટેસ્ટ રેટ (Silver Price Today, 18 June)- આજે ચાંદીના ભાવમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. વેબસાઇટ મુજબ, શુક્રવારે ચાંદી 2600 રૂપિયા સુધી સસ્તી થઈ ગઈ. દિલ્હીમાં એક કિલો ચાંદીનો ભાવ 67,700 રૂપિયા છે. બીજી તરફ, મુંબઈ, કોલકાતા, ચેન્નઈમાં ક્રમશઃ 67,700, 67,700 અને 74,400 રૂપિયા પ્રતિ કિલો છે. (પ્રતીકાત્મક તસવીર)
આવી રીતે ચેક કરી શકાશે સોનાની શુદ્ધતા- જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)