નવી દિલ્હી. નબળા વૈશ્વિક સંકેતોની વચ્ચે ભારતીય બજારોમાં સોનાની કિંમત (Gold Price Today)માં સતત પાંચમા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન કરી રહ્યા છે તો આપના માટે સારા સમાચાર છે. 28 એપ્રિલ 2021ના રોજ MCX પર સોનું વાયદો 0.32 ટકા ઘટીને 47,151 પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયો છે. બીજી તરફ, ચાંદી (Silver Price Today) 0.9 ટકા ઘટીને 69,603 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનામાં ધોવાણ- ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો અહીં આજે સોનાના ભાવમાં ધોવાણ થયું છે. નોંધનીય છે કે હાલના સમયમાં રોકાણકારોની નજરો ફેડરલ રિઝર્વની બે દિવસીય મીટિંગ પર છે જે આજે ખતમ થઈ રહી છે. ફેડ અધ્યક્ષ જેરોમ પોવેલ આજે ફેડ બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરશે. (પ્રતીકાત્મક તસવીર)