નવી દિલ્હી. તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યો છો તો આપના માટે સારા સમાચાર છે. સોના અને ચાંદીના ભાવ (Gold & Silver Price)માં ઘટાડો સતત ચાલુ છે. ગુરૂવારે 22 કેરેટ સોનાનો ભાવ (Gold Price Today) 46,200 રૂપિયાથી ઘટીને 45,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો. ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, ચાંદીની કિંમત (Silver Rate Today) 67,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં રેકોર્ડ હાઇ 56,191 રૂપિયાના હિસાબથી જોવા જઈએ તો સોનું 10,000 રૂપિયા સસ્તામાં વેચાઈ રહ્યું છે. એક્સપર્ટ્સ હાલના લેવલ પર નવા રોકાણકારો માટે એન્ટ્રી કરવાની સારી તક માની રહ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)
દેશના તમામ મુખ્ય શહેરોમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નવી દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 45,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. ચેન્નઈમાં તે ઘટીને 44,100 રૂપિયા પર આવી ગયો. વેબસાઇટ મુજબ, મુંબઈમાં ભાવ 45,740 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 47,200 રૂપિયાથી ઘટીને 46,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. (પ્રતીકાત્મક તસવીર)
જૂન મહિનામાં સોના અને ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?- એચડીએફસી સિક્યુરિટીઝ મુજબ, જૂન મહિનામાં સોનું 2725 રૂપિયા સસ્તું થઈ ચૂક્યું છે. બીજી તરફ, આ અવધિમાં ચાંદી 71,850 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઘટીને 68,148 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર આવી ગઈ છે. એટલે કે જૂન મહિનામાં ચાંદી લગભગ 3700 રૂપિયા સસ્તી થઈ ચૂકી છે. (પ્રતીકાત્મક તસવીર)
આવી રીતે ચેક કરી શકાશે સોનાની શુદ્ધતા- જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)