નવી દિલ્હી. સોના અને ચાંદીના ભાવ (Gold-Silver Price Today)માં સતત પાંચમા દિવસે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. આજે ગુરૂવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની સાથે ચાંદી પણ ઘટાડાની સાથે કારોબાર કરી રહી છે. આ ઘટાડા બાદ સોનાનો ભાવ (Gold Price Today) રેકોર્ડ લેવલથી ઘણો નીચે આવી ગયો છે. આજે MCX પર ઓગસ્ટ ડિલીવરીવાળું ગોલ્ડ 0.22 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ, ચાંદીના ભાવ (Silver Price Today)માં પણ આજે 0.07 ટકાનો ઘટાડો આવ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)
હજુ પણ રેકોર્ડ લેવલથી 8530 રૂપિયા સસ્તું છે ગોલ્ડ- ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,000 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. બીજી તરફ, MCX અનુસાર આજે સોનું 47,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. એટલે કે હજુ પણ ગોલ્ડ 8530 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
સોના-ચાંદીના આજના ભાવ (Gold Price Today, 22 July 2021)- મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ઓગસ્ટ ડિલીવરીવાળા સોનાની કિંમત આજે 0.22 ટકાના ઘટાડાની સાથે 47,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. આ ઉપરાંત ચાંદીની કિંમતોમાં પણ આજે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં ચાંદીની કિંમત 0.07 ટકા ઘટીને 67,089 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર આવી. (પ્રતીકાત્મક તસવીર)
સોનાની ખરીદીને લઈ વિશેષજ્ઞોનો મત- જાણકારોનું માનીએ તો આ વર્ષના અંતમાં સોનાનો ભાવ ગત રેકોર્ડને તોડીને 60 હજાર પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. એવામાં રોકાણકારો 6 મહિનાની અવધિ અને સ્ટોપલોસ લગાવીને ખરીદી કરે તો નફો મેળવી શકે છે. જો સોનામાં રોકાણની વાત કરીએ તો ગયા વર્ષે સોનાએ 28 ટકાનું રિટર્ન આપ્યું છે. જો તમે લાંબા સમયગાળા માટે રોકાણ કરવા માંગો છો તો સોનું હજુ પણ રોકાણ માટે ખૂબ સુરક્ષિત અને સારો વિકલ્પ છે, જેમાં શાનદાર રિટર્ન મળે છે. (પ્રતીકાત્મક તસવીર)
આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા- જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)