નવી દિલ્હી. સતત બીજા દિવસે સોના-ચાંદીની કિંમતો (Gold-Silver Rates)માં ઘટાડો જોવા મળ્યો છે. હાલના સમયમાં ગોલ્ડ ખરીદવાની સારી તક છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોનું વાયદો (Gold price Today) 0.05 ટકાના ઘટાડાની સાથે 49,575 પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદી (Silver Price Today) 0.2 ટકા વધીને 72,828 રૂપિયા થઈ ગયું છે. બીજી તરફ, ગત કારોબારી સત્રમાં સોનું પાંચ મહિનાના ઉચ્ચતમ સ્તર 49,700ની નજીક પહોંચ્યા બાદ 0.32 ટકા વધી ગયું હતું. ત્યારબાદ ચાંદીમાં પણ 0.6 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. (પ્રતીકાત્મક તસવીર)
4 જૂન સુધીમાં ખરીદો સસ્તું સોનું - આજે પણ તમે સોવરન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22ની ત્રીજી સીરીઝ હેઠળ સસ્તામાં સોનું ખરીદી શકો છો. આ સ્કીમ 31 મેના રોજ શશ્રૂ થવાની હતી અને સતત 5 દિવસ સુધી ચાલશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ગોલ્ડ બોન્ડ સ્કીમની ત્રીજી સીરીઝ માટે ઇશ્યૂ પ્રાઇઝ 4,889 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કર્યો છે. નોંધનીય છે કે 10 ગ્રામ સોના માટે આપને 48,890 રૂપિયા ખર્ચ કરવો પડશે. (પ્રતીકાત્મક તસવીર)
સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું કે રૂપિયાની તુલનામાં ડૉલરમાં મજબૂતીના કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. બીજી તરફ, ન્યૂયોર્કના કમોડિટી એક્સચેન્જ કોમેક્સ પર સોનાના હાજર ભાવમાં મજબૂતી જોવા મળી. તેના કારણે પણ દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો છે. (પ્રતીકાત્મક તસવીર)