નવી દિલ્હી. ગત સપ્તાહે સતત તેજી બાદ આજે સોના અને ચાંદીની કિંમતો (Gold Silver Price Today)માં ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોનું (Gold Price) ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. ઓગસ્ટ ડિલિવરીવાળું સોનું (Gold latest price) 219 રૂપિયાના ઘટાડાની સાથે 47,704 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
8487 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું- વર્ષ 2020ની વાત કરીએ તો ગયા વર્ષે સમાન અવધિમાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,191 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું હતું. આજે સોનું ઓગસ્ટ વાયદો MCX પર 47,704 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે, એટલે કે હજુ પણ લગભગ 8487 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભાવ ઘટ્યા- આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આજે સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાજર સોનું 0.1 ટકા વધીને 1,809.34 ડૉલર પ્રતિ ઔંસ થઇ ગયું જે 0119 GMT હતું. અમેરિકા સોનું વાયદો 0.1 ટકાના ઘટાડાની સાથે 1,809.3 ડૉલર પર બંધ થયું. આ ઉપરાંત ચાંદી 0.6 ટકા વધીને 26.23 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયું. પેલેડિયમ 0.1 ટકા વધીને 2,812.00 ડૉલર અને પ્લેટિનમ 0.1 ટકા ઘટીને 1,102.50 ડૉલર થઈ ગયું. (પ્રતીકાત્મક તસવીર)
24 કેરેટ ગોલ્ડનો ભાવ- સોમવારે 24 કેરેટ ગોલ્ડનો ભાવ તમામ શહેરોમાં અલગ-અલગ લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો. રાજધાની દિલ્હીમાં આજે તેની કિંમત 50.950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત કોલકાતામાં 50,070 રૂપિયા, લખનઉમાં 50,950 રૂપિયા, મુંબઈમાં 47,810 રૂપિયા અને ચેન્નઈમાં 49,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. (પ્રતીકાત્મક તસવીર)