નવી દિલ્હી. સોનાની કિંમતો (Gold Price Today) માં આજે પણ ઘટાડો ચાલુ છે. નબળા ગ્લોબલ સંકેતોની વચ્ચે ઈન્ડિયન માર્કેટમાં સોનું સસ્તું થઈ ગયું છે. સોમવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોનું વાયદો 0.1 ટકાના ઘટાડાની સાથે બે મહિનાના નીચલા સ્તર 46,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જ્યારે ચાંદી (Silver Price Today)નો ભાવ 0.26 ટકા વધીને 68,049 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો. નોંધનીય છે કે, ભારતમાં સોનાના ભાવ ગયા વર્ષના ઉચ્ચતમ સ્તરથી હજુ પણ લગભગ 10,000 રૂપિયા નીચે છે. (પ્રતીકાત્મક તસવીર)
28 જૂને 24 કેરેટ ગોલ્ડનો ભાવ (Gold Price on 28 June 2021)- 24 કેરેટ ગોલ્ડના ભાવની વાત કરીએ તો 28 જૂન 2021ના રોજ રાજધાનીમાં કિંમત 50,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત ચેન્નઈમાં 48,510 રૂપિયા, મુંબઈમાં 47,170 રૂપિયા, કોલકાતામાં 49,230 રૂપિયા, બેંગલુરુમાં 48,120 રૂપિયા, હૈદરાબાદમાં 48,120 રૂપિયા, જયપુરમાં 50,320 રૂપિયા, લખનઉમાં 50,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. (પ્રતીકાત્મક તસવીર)
આ રીતે ચેક કરી શકાશે સોનાની શુદ્ધતા : જો તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. 'BIS care app'ની ગ્રાહકો (Consumer)સોના (Gold)ની શુદ્ધતા (Purity)ની માહિતી મેળવી શકે છે. આ એપની મદદથી સોનાના શુદ્ધતાની તપાસ સિવાય તમે તેના સાથે જોડાયેલી ફરિયાદ પણ કરી શકો છો. (પ્રતીકાત્મક તસવીર)