નવી દિલ્હી. સોનું (Gold Price) ખરીદનારા લોકો માટે ખુશખબર છે. મલ્ટી કમોડિટી માર્કેટ (Multi Commodity Exchange- MCX)માં આજે સોનાની કિંમતમાં (Gold Price Today) ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર ઓગસ્ટ સોનું વાયદો 46,518 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. બીજી તરફ, ચાંદીમાં તેજી જોવા મળી છે. ચાંદી (Silver Price Today) 0.16 ટકાના વધારા સાથે 68,381 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. જો સોનાના ઓલટાઇમ હાઇ રેટ (56,254 રૂપિયા પ્રતિ 10 ગ્રામ)થી લેટેસ્ટ રેટની તુલના કરીએ તો સોનું હજુ પણ 9,175 રૂપિયા સસ્તું છે. (પ્રતીકાત્મક તસવીર)
24 કેરેટ ગોલ્ડનો ભાવ- ગુડ્સ રિટર્ન વેબસાઇટ મુજબ, 30 જૂન 2021ના રોજ 24 કેરેટ ગોલ્ડનો ભાવ તમામ શહેરોમાં અલગ-અલગ છે. દેશની રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ ગોલ્ડની કિંમત 50,080 રૂપિયા છે. આ ઉપરાંત ચેન્નઈમાં 48,100 રૂપિયા, કોલકાતામાં 49,120 રૂપિયા, મુંબઈમાં 46,900 રૂપિયા, હૈદરાબાદમાં 47,730 રૂપિયા, જયપુરમાં 50,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. (પ્રતીકાત્મક તસવીર)
ઈન્ડિયા બુલિયન માર્કેટે કર્યું ટ્વીટ- ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ મુજબ, શુદ્ધ સોનું (999)નો ભાવ 4701 રૂપિયા, 22 કેરેટ 4541 રૂપિયા, 18 કેરેટનો ભાવ 3761 રૂપિયા પ્રતિ 1 ગ્રામ છે. નોંધનીય છે કે, IBJA દ્વારા જાહેર કરવામાં આવતા ભાવ દેશભરમાં સર્વમાન્ય છે. જોકે, આ વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવમાં જીએસટી સામેલ નથી હોતો. (પ્રતીકાત્મક તસવીર)
સોનાની ખરીદીને લઈ Expertsનો મત- જાણકારોનું માનવું છે કે, આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ગત રેકોર્ડને તોડીને 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જોકે, હજુ તેમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. એવામાં રોકાણકારો 6 મહિનાની અવધિ અને સ્ટોપલોસ લગાવીને ખરીદી કરે તો નફો મેળવી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)