નવી દિલ્હી. પોઝિટિવ ગ્લોબલ સંકેતોને જોતાં આજે ભારતીય બજારોમાં સોના (Gold Price Today) અને ચાંદીની કિંમતો (Silver Price Today)માં તેજી આવી. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોનું 0.24 ટકાની તેજી સાથે ચાર મહિનાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે. MCX પર આજે 10 ગ્રામ સોનાનો ભાવ 48519 રૂપિયા છે. બીજી તરફ, ચાંદી 0.5 ટકા ઉછળીને 71440 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. બીજી તરફ, ગત સત્રમાં સોનામાં 0.22 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં 1.7 ટકાનો ઘટાડો આવ્યો હતો. (પ્રતીકાત્મક તસવીર)
આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રિપ્ટોકરન્સીમાં ઘટાડા બાદ સોનું 4 મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. અહીં હાજર સોનું 0.2 ટકા વધીને 1,883.21 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયું છે. બીજી તરફ, અહીં અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.4 ટકા વધીને 27.64 ડૉલર જ્યારે પ્લેટિનમ 0.6 ટકા વધીને 1,173.03 ડૉલર થઈ ગયું છે. (પ્રતીકાત્મક તસવીર)
સસ્તામાં સોનું ખરીદવાની તક- સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond Scheme FY21)ના બીજા હપ્તા માટે 4,842 રૂપિયા પ્રતિ ગ્રામ્ય કિંમત નક્કી કરવામાં આવી છે અને તે 24 મેથી 28 મેની વચ્ચે ખુલશે. નોંધનીય છે કે પહેલા હપ્તા માટે સબ્સક્રિપ્શન કિંમત 4,777 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવ્યું હતું. ગોલ્ડ બોન્ડને ઓનલાઇન ખરીદવા પર પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળશે. (પ્રતીકાત્મક તસવીર)