

નવી દિલ્હી : સોનાના ભાવ ખુલતી (Gold Price) બજારે 1 ટકા જેટલા ઉંચકાયા હતા. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. કોરોના વાયરસના (Coronavirus) કેસમાં વધારો અને આંતરાષ્ટ્રીય સ્પોટ ગોલ્ડમાં સકારાત્મક વલણના પગલે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 4 જાન્યુઆરીની ખુલતી વાયદા બજારે સોનું 1 ટકા અને ચાંદી અને 2 ટકાના વધારા સાથે વેપાર કરતી જોવા મળી હતી.


MCXમાં મલ્ટી કૉમોડિટી એક્સચેન્જમાં ફેબ્રુઆરી સોના વાયદાનો ભાવ 1.05 ટકાના ઉછાળા સાથે ખુલ્યો હતો. ખુલતી બજારને સોના વાયદાની કિંમત 50,771 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી હતી જ્યારે ચાંદીના ખુલતી બજારે ભાવ રૂપિયા 69,650 રહ્યા હતા. ચાંદીના ભાવમાં 2.2 ટકાનો વધારો જોવા મળ્યો હતો. પ્રતિકાત્મક તસવીર


નવા વર્ષમાં એટલે કે 2021માં સોના અને ચાંદીની ચમક વધારે વધશે. શક્ય છે કે બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો વધારો થઈ શકે છે. બજારના નિષ્ણાંતોનું માનવું છે કે 2021માં સોનાનો ભાવ 65,000 રૂપિયા પ્રિત 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જ્યારે ચાંદીની કિંમતો પ્રતિ કિલોગ્રામ 90,000 રૂપિયા સુધી જઈ શકે છે.


અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price in Ahmedabad) શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં દિવસ દરમિયાનના કારોબાર બાદ પાછલા બંધ ભાવે સ્થિર રહી હતી. આમ ચાંદી ચોરસા 67,000 રૂપિયા અને ચાંદી રુપું 66,800 રૂપિયાના સ્તરે સ્થિર રહી હતી. જોકે, શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી ચોરસા 67,000 રૂપિયા અને ચાંદી રુપું 66,800 રૂપિયાના ભાવે બંધ રહી હતી.


અમદાવાદ ઝવેરી બજારમાં (Gold Price in Ahmedabad) શનિવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિાયનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,800 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું. જો કે, શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો નજીવો સુધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,900 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,700 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું. પ્રતિકાત્મક તસવીર