

નવી દિલ્હી : સોના-ચાંદીના (Gold Price Today) ભાવમાં નાટકીય ઉતાર ચઢાવ થવાનું શરૂ રહ્યું છે. દરમિયાન આજે સોમવારે ખુલતી બજારે રાષ્ટ્રીય વાયદા (Gold MCX) બજારમાં સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો હતો. સવારે 11.10 વાગ્યાની કિંમતો મુજબ ફેબ્રુઆરી વાયદાના ભાવમાં 0.67 ટકાનો કડાકો બોલતા સોનાનો ભાવમાં 49,0000ની અંદર આવી ગયો છે.જ્યારે ચાંદીના ભાવમાં કડાકો બોલ્યો છે. પ્રતિકાત્મક તસવીર


બંધ થતી બજારે પાછલા સત્રમાં સોનાનો (Gold Price) ભાવ 49,234 રહ્યો હતો. જ્યારે આજે ખુલતી બજારે 11.10 વાગ્યાની સ્થિતિ મુજબ 10 ગ્રામ સોનાનો ભાવમાં 48,993 રૂપિયા પર 10 ગ્રામ રહ્યો છે. જ્યારે ચાંદીનો ભાવમાં 0.85 ટકા ઘટીને 63,191 રૂપિયા પ્રતિ કિલો રહ્યો છે. ચાંદીના ભાવ ખુલતી બજાર 63,482 હતા જ્યારે બજાર 63,735 રૂપિયાના ભાવે ગત સત્રમાં બંધ થઈ હતી.


એંજલ બ્રોકિંગના ડીવીપી અનુજ ગુપ્તા જણાવે છે કે વૈશ્વિક અર્થતંત્રમાં સુધારાની આશા અને કોવિડ-19ની વેક્સિનના બજારની સ્થિતિને જોતા પીળી ધાતુ પર દબાણ છે. આજની સ્થિતિએ વેપારીઓ 49,300ના લેવલે માલ વેચી શકે છે અને જ્યારે આ સ્થિતિમાં સ્ટોપ લોસ 49,800 રાખી શકાય છે. પ્રતિકાત્મક તસવીર


સોનાના વૈશ્વિક બજાર અમેરિકામાં પણ સ્પોટ ગોલ્ડની બજાર તૂટી છે. અમેરિકામાં સ્પોટ ગોલ્ડની કિંમતમાં સહેજ એવો 0.2 ટકાનો ઘટા પર ઔસ નોંધાયો છે. આ ઘટાડા પર સોનાનો ભાવ 1836.08 પર ઔસ અમેરિકન ડૉલર જોવા મળ્યો છે.