નવી દિલ્હીઃ ગયા વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરની તુલનામાં આ વર્ષે દેશમાં સોનાની ડિમાન્ડ (Gold Demand)માં 30 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે જ્યાં દેશમાં સોનાની માંગ 123.9 ટન સુધી હતી, તે આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બરની વચ્ચે ઘટીને 86.6 ટન પર આવી ગઈ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC - World Gold Council) દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આ વાતની જાણકારી મળે છે. કોરોના વાયરસ મહામારી અને ગત થોડા સમયમાં સોનાના ભાવ (Gold Prices)માં આવેલી તેજી તેનું સૌથી મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
સોનામાં રોકાણ વધ્યું - અગાઉના ક્વાર્ટરમાં દેશમાં જ્વેલરીની કુલ માંગ 48 ટકા ઘટીને 52.8 ટન રહી છે. મૂલ્યના આધાર પર જોઈએ તો આ દરમિયાન જ્વેલરી ડિમાન્ડ 29 ટકા ઘટીને 24,100 કરોડ રૂપિયા રહી. જોકે, સોનાના સિક્કા, બાર અને ઇટીએફની માંગમાં તેજી જોવા મળી છે. ગત ક્વાર્ટર દરમિયાન સોનામાં રોકાણ 52 ટકા વધીને 33.8 ટન પર પહોંચી ગયું છે. મૂલ્યના આધાર પર સોનામાં રોકાણની માંગ 15,410 રૂપિયા વધી ગઈ છે. (પ્રતીકાત્મક તસવીર)
સમગ્ર દુનિયામાં ઘટી સોનાની ડિમાન્ડ - જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન વૈશ્વિક સ્તર ઉપર પણ દર વર્ષના આધાર પર સોનાની માંગ 19 ટકા ઓછી થઈને 892 ટન પર આવી ગઈ છે. સોના ખરીદનારા સંભવિત ખરીદારો પર કોવિડ-19 મહામારીની અસર પડી છે. WGCએ કહ્યું કે 2009 બાદ કોઈ પણ ક્વાર્ટર માટે આ ન્યૂનતમ આંકડો છે. (પ્રતીકાત્મક તસવીર)
વૈશ્વિક સ્તરે પણ સોનામાં રોકાણ વધ્યું - વૈશ્વિક સ્તરે દર વર્ષના આધાર પર સોનામાં રોકાણ 21 ટકા સુધી વધ્યું છે. સમગ્ર દુનિયામાં રોકાણકારોએ 221.1 ટન સોનામાં રોકાણ કર્યું છે. તેમાં સોનાના સિક્કા અને બાર સામેલ છે. આ ઉપરાંત રોકાણકારોએ 272.5 ટન સોનામાં ઈટીએફ તરીકે રોકાણ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
તૂટી શકે છે ગત 25 વર્ષનો રેકોર્ડ - જો સોનાની ડિમાન્ડમાં આ ઘટાડો ચાલુ રહે છે તો એવું પણ શક્ય છે કે આ કેલેન્ડર વર્ષ (CY20 - Calender Year 2020)માં સોનાની માંગ 25 વર્ષમાં સૌથી ખરાબ સ્તરે પહોંચી જશે. આ વર્ષે અત્યાર સુધી સોનાની માંગ માત્ર 252 ટન સુધીની છે. ગયા વર્ષે તે 496 ટનની હતી. (પ્રતીકાત્મક તસવીર)
જોકે આવનારા ક્વાર્ટરમાં અનેક એવી ઇવેન્ટ્સ છે, જેના કારણે સોનાની માંગમાં તેજી જોવા મળી શકે છે. આર્થિક ગતિવિધિઓ હવે સ્પીડ પકડવા લાગી છે. આ દરમિયાન ફેસ્ટિવલ સીઝન પણ શરૂ થઈ ચૂકી છે. ત્યારબાદ શિયાળાની સીઝન શરૂ થઈ જશે. આ કારણ છે કે ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે સોનાની ડિમાન્ડમાં તેજીની આશા રાખવામાં આવી રહી છે. (પ્રતીકાત્મક તસવીર)