નવી દિલ્હીઃ સપ્તાહના પહેલા દિવસે સોમવારે સોના-ચાંદીના (Gold-Silver Prices Today) ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવમાં ઉછળ્યો અને રૂપિયામાં નબળાઈના કારણે સોમવારે દિલ્હી સોના-ચાંદી બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 187 વધ્યો હતો. સોનાની જેમ ચાંદીની (Silver Prices) કિંમતોમાં પણ તેજી આવી છે. એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂ. 495 વધ્યો છે.
બંને કિંમતી ધાતુઓના ભાવ વધવાનું કારણઃ- HDFC સિક્યુરિટીઝના સિનિય એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલે જણાવ્યં હતું કે, ક્રિસમસની રજાઓ પહેલા માર્કેટમાં અનિશ્વિતતાના કારણે સુરક્ષિત એસેટ તરીકે સોનામાં રોકાણ વધ્યું છે. આ ઉપરાંત આતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાની કિંમતોમાં તેજી અને રૂપિયામાં કમજોરીની અસર થઈ છે.