

સુત્રોના હવાલેથી પ્રાપ્ત માહિતી મુજબ શુક્રવારે જે જાણવા મળ્યું છે કે બજેટ કેરિયર ગોએર (GoAir) સરકારી નિર્દેશો અને નિયમોનું પાલન કરતા 1 જૂનથી પોતાની ઘરેલી ઉડાન શરૂ કરશે. સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ બુધવારે ટ્વિટર પર જાણકારી આપી હતી. 25 મેથી દેશભરમાં ઘરેલૂ પેસેન્જર ઉડ્ડાન શરૂ કરશે પણ પેસેન્જર્સને એરલાઇન્સના કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું પડશે. ગોએરને છોડીને શુક્રવારથી એરઇન્ડિયા સહિતની તમામ ભારતીય એરલાઇન્સ કંપનીઓએ ઘરેલુ ઉડ્ડાનનું બુકિંગ શરૂ કરી દીધુ હતું.


ગોએરથી જોડાયેલા એક સુત્રએ કહ્યું કે કંપની 1 જૂનથી ટિકિટનું બુકિંગ કરી રહી છે. કંપનીએ પોતાના પાયલટોને સિમુલેટર ટ્રેનિંગ અને કેટલાક લાઇસન્સના રિન્યુઅલ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને 1 જૂનથી બુકિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


સમસ્યાઓથી બહાર આવવા થોડા સમય લાગી શકે છે. આ સુત્રે વધુમાં જણાવ્યું કે કંપનીના કર્મચારીઓ લીવ વિધાઉટ પે પર છે. તે સિમુલેટર ટ્રેનિંગ માટે નહીં જઇ શકે. વર્તમાનમાં વધી રહેલી ડિમાન્ડના કારણે સિમુલેટર ટ્રેનિંગની સુવિધા ઉપલબ્ધ નથી.


નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના પ્રકોપના પગલે એવિએશન સેક્ટરની રેવેન્યૂમાં ખૂબ જ મોટો ફટકો પડ્યો છે. આના પગલે કોસ્ટ એરલાઇન્સ GoAirએ બુધવારે માર્ચમાં પોતાના બધા કર્મચારીઓનો પગાર કાપવાની જાહેરાત કરી છે. ગોએરના સીઈઓ વિનય દુબેએ બુધવારે આ અંગેની જાણકારી આપી હતી. ગોએરએ પહેલા જ ખર્ચમાં કેટલાક ઉપાયો કર્યા છે. આ ઉપાયોગમાં પાયલટોની છૂટ્ટી કરવી, કર્મચારીઓનું ક્રમિક રૂપથી પેય કટ રજાઓ ઉપર જવા માટે કહેવું. આ ઉપરાંત મુખ્ય નૈતૃત્વના પગારમાં 50 ટકા સુધી કાપ કરવાનો નિર્ણય કરવાનો પણ સમાવેશ થાય છે. (પ્રતિકાત્મક તસવીર)