નેચરલ સ્ટોન પ્રોસેસ કરવા અને એન્જિનિયર્ડ ક્વાર્ટઝ બનાવનાર દિગ્ગજ કંપની ગ્લોબલ સર્ફેસે IPO જાહેર કર્યો છે. 155 કરોડ રૂપિયાનો આ IPO 15 માર્ચ સુધી ખુલ્લો રહેશે, જેમાં 133-140 રૂપિયાના પ્રાઈસ બેન્ડમાં પૈસાનું રોકાણ કરી શકાશે. ગ્રે માર્કેટની વાત કરવામાં આવે તો ગ્લોબલ સર્ફેસેજના શેર પ્રીમિયમ ભાવ પર છે. જેના શેર IPOના પ્રાઈસ બેન્ડથી અપર પ્રાઈસ કરતા 35 રૂપિયાની GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) પર છે. માર્કેટ નિષ્ણાંત અનુસાર, ગ્રે માર્કેટમાંથી મળતા સંકેતના બદલે કંપનીના ફંડામેન્ટલ અને નાણાંકીય સ્થિતિના આધાર પર રોકાણ બાબતે નિર્ણય કરવો જોઈએ. કંપનીએ શુક્રવારના રોજ ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) પહેલા એન્કર રોકાણકારો પાસે 46.49 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
ગ્લોબલ સર્ફેસ IPOની માહિતીઃ ગ્લોબલ સર્ફેસનો IPO 13 માર્ચથી 15 માર્ચ સુધી ખુલ્લો રહેશે. 155 કરોડ રૂપિયાના ઈશ્યૂ હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા નવા 85.20 લાખ ઈક્વિટી શેર જાહેર થશે અને ઓફર ફોર સેલ વિંડો હેઠલ 25.50 લાખ શેર જાહેર કરવામાં આવશે. ઈશ્યૂની પ્રાઈસ બેન્ડ 133-140 રૂપિયા અને લોટ સાઈઝ 100 શેર નક્કી કરવામાં આવી છે. આ IPOનો 50 ટકા ભાગ ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB), 15 ટકા ભાગ નોન ઈન્સ્ટીટ્યુશનલ રોકાણકાર (NII) અને 35 ટકા રિટેઈલ રોકાણકાર માટે અનામત રાખવામાં આવ્યો છે.
IPOની સફળતા પછી નવા શેરની મદદથી એકત્ર કરવામાં આવેલ પૈસા સબ્સિડિયરી ગ્લોબલ સર્ફેસ FZEમાં રોકાણ કરવામાં આવશે. આ રોકાણનો ઉપયોગ દુબઈના ધ જેબેલ અલી ફ્રી ઝોનમાં એન્જિનિયર્ડ ક્વાર્ટઝ માટે પ્લાન્ટ બનાવવામાં કરવામાં આવશે. ઉપરાંત IPOના પૈસાનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્ય માટે કરવામાં આવશે. IPOની સફળતા બાદ શેરનું અલોટમેન્ટ 20 માર્ચ અને BSE-NSE પર લિસ્ટીંગ 23 માર્ચના રોજ કરવામાં આવશે.
કંપની વિશે માહિતીઃ ગ્લોબલ સર્ફેસ નેચરલ સ્ટોન પ્રોસેસ કરે છે અને એન્જિનિયર્ડ ક્વાર્ટ્ઝનું મેન્યુફેક્ચરિંગ કરે છે તથા કંપનીના જયપુરમાં બે પ્લાન્ટ્સ છે. આ કંપનીની પ્રોડક્ટનું સમગ્ર વિશ્વમાં વેચાણ કરવામાં આવે છે. કંપનીની નાણાંકીય સ્થિતિની વાત કરવામાં આવે તો, આ કંપની સતત નફો કરી રહી છે. નાણાંકીય વર્ષ 2020માં કંપનીને 20.96 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો, વર્ષ 2021માં 33.93 કરોડ રૂપિયા અને નાણાંકીય વર્ષ 2021-22માં 35.63 કરોડ રૂપિયાનો નફો થયો છે. ચાલુ નાણાંકીય વર્ષના પહેલા છ મહિના (એપ્રિલથી સપ્ટેમ્બર 2022)માં 13.59 કરોડ રૂપિયાનો નફો થયો છે.
બ્રોકરેજ સલાહઃ કંપની અનુસાર વિદેશમાં બિઝનેસ કરવા માટેની અનેક તક છે, આ કારણોસર કંપની દુબઈમાં પ્લાન્ટ સ્થાપી રહી છે. ઉપરાંત કંપની નવી પ્રોડક્ટ અને ડિઝાઈન પણ તૈયાર કરી રહી છે. નવી ટેકનિક અને ઓટોમેશન અપનાવી રહી છે, જેના કારણે બિઝનેસ વધુ વિસ્તારિત થશે. રેલિગેયર બ્રોકિંગે બિઝનેસ બાબતે કેટલાક જોખમ વિશે જણાવ્યું છે. આ કંપનીનો બિઝનેસ અમેરિકાના માર્કેટમાં અને ગણતરીના ગ્રાહકો સુધી જ સીમિત છે. આ કંપનીએ કોઈપણ ગ્રાહક કે સપ્લાયર્સ સાથે લાંબાગાળાનો કરાર કર્યો નથી.