નવી દિલ્હી: આજે એટલે કે 14મી ફેબ્રુઆરીએ ડે (Valentine's Day) છે. લોકો પોતાના ગમતા વ્યક્તિને અલગ અલગ ભેટ આપે છે. ત્યારે પ્રિયજન માટે ભેટ સોગાદો (Valentine Gifts)ની પસંદગી કરતી વખતે ગુલાબ અને ચોકલેટ (chocolate) આપવા ઉપરાંત તમે એવી કોઈ વસ્તુ આપવાનો પણ વિચાર કરી શકો છો, જે લાંબા ગાળે મૂલ્યવાન સાબિત થાય. આવા વિકલ્પોમાંનો એક સારા સ્ટોક્સ પણ હોઈ શકે છે. શેર ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ અને હેડ ઓફ રિસર્ચ રવિ સિંઘે સૂચવ્યા મુજબ અહીં 5 સ્ટોક્સ આપ્યા છે. આ સ્ટોકસ તમે તમારા પાર્ટનરને ગિફ્ટ આપી શકો છો.
ONGC: ભારત સરકાર દ્વારા નેચરલ ગેસના ભાવમાં 62 ટકાનો વધારો કરવાથી કંપનીઓના નફામાં વધારો થશે. ક્રૂડના ઊંચા ભાવની અને કંપનીના ઉત્પાદન વોલ્યુમમાં 5-7 ટકાની વૃદ્ધિ સાથે આગામી વર્ષમાં તેના EBITDAને આગળ ધપાવી શકે છે. અંદાજ છે કે, આ સમયગાળા દરમિયાન કંપનીનો ડેટ-ટુ-EBITDA રેશિયો લગભગ 1.6xથી 1.9x સુધી મજબૂત થશે. ટેક્નિકલી પણ મોટા ભાગના MA, RSI, MACD અને સ્ટોકેસ્ટિક જેવા ઇન્ડિકેટર્સ ડેઇલી ચાર્ટ પર અપટ્રેન્ડ દર્શાવી રહ્યા છે. આશા છે કે, ONGCમાં આગામી વેલેન્ટાઇન સુધી 20 ટકાનો વધારો થશે.
Gail : ગેસના ઊંચા ભાવોને કારણે માર્કેટિંગ નફામાં વધારો થવાને કારણે સેગમેન્ટમાં ઊંચા વોલ્યુમ દ્વારા સપોર્ટેડ સુધારેલી કમાણી આવતા વર્ષે ગેઇલના સ્ટોકમાં નફો અપાવી શકે છે. ગેસ વપરાશમાં વધારો થવાથી ટ્રાન્સમિશન વોલ્યુમને સપોર્ટ મળ્યો છે, જે નફાને વધુ મજબૂત બનાવશે. ડેઇલી ચાર્ટ પર, ગેઇલ સ્ટોક 200 દિવસની MA ખરીદીના ટ્રેન્ડને ટેકો આપી રહ્યો છે. ઉપરાંત, RSI તેના નીચલા ઝોનમાં છે, તેથી નજીકના ગાળામાં ગેઇલ લગભગ 10%-15% વધશે તેવી અપેક્ષા છે.