નવી દિલ્હીઃ દરેક મહિને માત્ર 100 રૂપિયાનું નાનું રોકાણ લાંબાગાળામાં મોટુ ફંડ તૈયાર કરી શકે છે. 100 રૂપિયાની દર મહિને Micro-SIP કરો છો, તો એક વર્ષમાં તમે 1,200 રૂપિયા જમા કરશો. તમે તમારી ઉંમરના પ્રમાણેસ આમાં રોકાણનું પ્લાનિંગ કરો. આ એક એવું રોકાણ છે, જ્યાં તમમને અલગથી કોઈ ફંડ નીકાળવાનું નથી. બસ સામાન્ય 100 રૂપિયા મહિના રોકાણ કરવાનું છે. આવનારા 20 વર્ષોમાં કુલ ડિપોઝીટ 24,000 રૂપિયા હશે. દરેક વર્ષે આ પર 12 ટકા અનુમાનિત વળતર મળે છે. તો 98,925 રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે. 30 વર્ષના રોકાણ પર આ ફંડ લગભગ 3.5 લાખ રૂપિયા થશે. જ્યારે 50 વર્ષમાં 39 લાખ રૂપિયા જમા કરી શકશો.
માઈક્રો એસઆઈપીમાં એકસાથે રોકાણ ન કરી શકાય - માઈક્રો એસઆઈપીમાં એકસાથે રોકાણ માટે છૂટ મળતી નથી. એક નાણાકીય વર્ષમાં 50,000થી ઓછા હોવા પર એકીકૃત રોકાણ લાગૂ નથી થતું. આ માત્ર એસઆઈપી માટે છે અને તેના હેઠળ કુલ રકમ એક નાણાકીય વર્ષમાં 50,000થી વધારે ન હોવી જોઈએ. એકથી વધારે માઈક્રો એસઆઈપી શરૂ કરી શકાય છે. જો માઈક્રો એસઆઈપીના દસ્તાવેજ ખોટા કે અધૂરા મળે છે, તો રોકાણકારેને ઉણપનો મેમો મળશે અને એસઆઈપી અરજી રદ્દ કરી દેવામાં આવશે.
SIPનું રોકાણ જો માત્ર 100 રૂપિયાથી શરૂ કરવામાં આવે, તો તેને Micro SIP કહેવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડ રેગુલેટર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ માઈક્રો એસઆઈપીમાં રોકાણ કરનારા માટે કેવાયસી નિયમોને સરળ બનાવી દીધા છે. PAN વગર પણ રોકાણકારો આમાં રોકાણ કરી શકે છે. માત્ર બે નિયમોનું પાલન કરવાનું હોય છે. વર્ષમાં કોઈ 50,000 રૂપિયાથી વધારે રોકાણ નહિ કરી રહ્યા હોવ અને નામ-સરનામાની સાથે ઓળખ પત્ર આપવાનું હોય છે.
કયા દસ્તાવેજોની જરૂર પડે છે? - માઈક્રો SIP માટે પાન કે કેવાયસી ડોક્યુમેન્ટેશનની જરૂર પડતી નથી. જો કે, તમારી પાસે ફોટો આઈડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટની ફોટોકોપી, વોટર આઈડી, કે પછી ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ. તેમના વેરિફિકેશન માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ બતાવવા પડે છે. માઈક્રો એસઆઈપી માટે જરૂરી દસ્તાવેજની જાણકારી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ પાસેથી મેળવી શકાય છે.