પંજાબ નેશનલ બેંકનાં કૌભાંડમાં ભાગેડુ જાહેર કરેલા નીરવ મોદી લંડનમાં દેખાયો છે. પહેલા કરતાં ચહેરો ઘણો બદલાયો છે. આ દરમિયાન ધ ટેલિગ્રાફ યુકેનાં પત્રકારે નીરવ મોદીને ઘણાં સવાલ પૂછ્યાં. આ બધા પર તેણે નો કોમેન્ટ કહીને નકાર્યા છે. નોંધનીય છે કે ગત સપ્ટેમ્બરમાં તેના પ્રત્યાર્પણ અંગે બ્રિટનને પત્ર લખ્યો હતો. જેની સાથે એક રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરી હતી. (તસવીર: ધ ટેલિગ્રાફ)