ભારતના લોકો બચત કરવા માટે ખૂબ જ ફેમસ છે. બચતના મામલે યુવા પેઢી હજુ સુધી આગળ આવી નથી. સેલેરી પેકેજ મોટું હોવા છતાં યુવા પેઢી બચત કરી શકતી નથી. યુવા પેઢી મોટાભાગના પૈસા વગર કામના ખર્ચામાં વાપરે છે. જે પણ બચત થાય છે, તે લોનની EMI (Loan EMI)માં વાપરી નાંખવામાં આવે છે. આ પરિસ્થિતિમાં મ્ચુચ્યુઅલ ફંડ SIPમાં (Mutual Fund SIP) બચત કરવાની એક સરળ રીત છે.
રોકાણ કરો: SIPથી દર મહિને તમે તમારા પગારનો એક હિસ્સો રોકાણના વિકલ્પોમાં રોકાણ કરી શકો છો. તમે ડાયરેક્ટ શેરબજારમાં રોકાણ કરવાનું જોખમ લેવા માંગતા નથી, તો તમે મ્યુચ્યુઅલ ફંડ SIPની મદદથી રોકાણ કરી શકો છો. કોઈ ખાસ ગોલ સાથે રોકાણ કરવું તે એક યોગ્ય બાબત છે. જેનાથી તમને જાણ રહે છે કે, તમારે રોકાણ કરીને કેટલું રિટર્ન મેળવવું છે. તમે 5 વર્ષમાં 50 લાખ રૂપિયાનું ફંડ પણ તૈયાર કરી શકો છો. જો તમે 5 વર્ષમાં 50 લાખ રૂપિયા એકત્ર કરવા માંગો છો, તો તમારે શું કરવું જોઈએ તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
વાર્ષિક 15 ટકા રિટર્ન: જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં સારું રિટર્ન મેળવવા માંગો છો, તો ફ્લેક્સી કેપ ફંડ અથવા મલ્ટીકેપ ફંડમાં રોકાણ કરી શકો છો. આ ફંડ અલગ અલગ માર્કેટ કેપવાળા સ્ટોકમાં રોકાણ કરે છે. ફ્લેક્સી કેપ ફંડ (Flexi cap funds) અથવા મલ્ટી કેપ ફંડ (Multicap funds) વાર્ષિક 15 ટકા રિટર્ન આપે છે. જો તમે 5 વર્ષમાં 50 લાખ રૂપિયાનું ફંડ એકત્ર કરવા માંગો છો, તો તમારે આ ફંડમાં માસિક રૂ. 55,750ની SIP કરવાની રહેશે.
આ ફંડે આપ્યું સારું રિટર્ન: HDFC ફ્લેક્સી કેપ ફંડે ગત વર્ષે 19.40 ટકા અને નિપ્પોન ઈન્ડિયા મલ્ટીકેપ ફંડે વાર્ષિક 15.90 ટકા રિટર્ન આપ્યું છે. જેની કેટેગરી એવરેજ ક્રમશ: 2.59 ટકા અને 5.91 ટકા છે. આ બંને ફંડ વર્ષોથી સારું રિટર્ન આપે છે. આ ફંડના એસેટ અલોકેશનમાં ડાયવર્સિફિકેશન અને રોકાણની રણનીતિના કારણે આ શેર સ્ટોકમાર્કેટમાં સતત ટ્રેડ કરતો રહે છે.