ગ્લોબલ માર્કેટમાં થયેલા ઘટાડાને પગલે ભારતીય શેરબજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતમાં સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 144 પોઇન્ટનો ઘટાડો જોવામાં આવ્યો હતો. પરંતુ તમારે ડરવાની જરૂર નથી. કારણ કે આ ઘટાડા દરમિયાન રોકાણ કરવા માટે તમારા માટે સારો મોકો છે. તમને જણાવીએ આવી પરિસ્થિતિમાં કઈ જગ્યાએ પૈસાનું કરવું જોઈએ રોકાણ...
સૌથી વધારે કરેક્શન મિડકેપ અને સ્મોલકેપ શેરમાં થયું છે. ન્યૂઝ18 સાથે ખાત વાતચીત કરતા એક્સપર્ટ વિવેક મિત્તલે જણાવ્યું હતું કે આ સમયે રોકાણકારો માટે સ્મોલ અને મિડકેપમાં રોકાણ કરવું યોગ્ય રહશે. કારણ કે હાલમાં આ શેર્સની કિંમતોમાં ઘટાડો થયો છે. આગામી દિવસોમાં આ શેર્સની કિંમતોમાં ઉછાળાની જોરદાર સંભાવના રહેલી છે. તમને 25 ટકા સુધી રિટર્ન મળી શકે છે.