પાછલા દોઢ વર્ષમાં વિદેશી રોકાણકારોએ ખૂબ જ વેચવાલી કરી છે. હાલમાં ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો (FIIs)નું શેર હોલ્ડિંગ 19 ટકા જેટલું છે જે છેલ્લા 10 વર્ષમાં સૌથી નીચલું સ્તર છે. પરંતુ ફરી એકવાર વિદેશી રોકાણકારો ભારતીય બજાર તરફ વળ્યા છે. જુલાઈ સપ્ટેમ્બર ત્રિમાસિકગાળામાં એકલા 10 શેરમાં જ તેમણે રુ. 1 લાખ કરોડનું રોકાણ કર્યું છે.
સૌથી ખાસ વાત એ છે કે આ કંપનીઓ પૈકી ITC, Bharti Airtel, HUL અને ICICI Bank ના શેર્સ તો સ્થાનિક રોકાણાકારો અને બ્રોકરેજ હાઉસીસના પણ ફેવરિટ છે. પાછલા એક મહિનામાં ITCના શેરમાં 8 જેટલા બ્રોકરેજ હાઉસે રેટિંગ અપગ્રેડ કર્યા છે. જ્યારે Bharti Airtel, HULઅને ICICI Bankના શેર્સ માટે 7 જેટલા બ્રોકરેજ હાઉસે રેટિંગ અપગ્રેડ કર્યા છે.