અમદાવાદઃ અમેરિકન ડોલરમાં આવેલા ઘટાડાના કારણે ઘરેલું બજારમાં સોનું ખરીદવું સસ્તું થયું છે. ગુરુવાર બાદ શુક્રવારે દિલ્હી સરાફા બજારમાં સોના-ચાંદીમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીમાં (Silver price today) સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. જ્યારે સોનામાં (Gold price today) નજીવો સુધારો રહ્યો હતો. અમદાવાદમાં એક કિલો ચાંદીમાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે 10 ગ્રામ સોનામાં 50 રૂપિાયનો નજીવો સુધારો નોંધાયો હતો. નિષ્ણાંતોનું માનવું છે કે શેરબજારમાં પરત ફરેલી ખરીદી અને અમેરિકન ડોલરમાં આવેલા ઘટાડાના પગલે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. (પ્રતિકાત્મક તસવીર)
અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver price in Ahmedabad): અમદાવાદ સોના-ચાંદી બજારમાં ચાંદીના ભાવમાં ગુરુવારે 800 રૂપિયાના ઘટાડા બાદ આજે શુક્રવારે વધુ 200 રૂપિયાનો ઘટાડો થતાં સતત બે દિવસમાં એક કિલો ચાંદીનો ભાવ 1000 રૂપિયા ઘટ્યો હતો. આમ શુક્રવારે ચાંદી ચોરસાનો ભાવ રૂ.52,500 અને ચાંદી રુપુંના ભાવ 52,300 રૂપિાયની સપાટીએ બંધ રહ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)
આ ઉપરાંત અમદાવાદ બજારમાં સ્થાનિક માંગના પગલે સોનામાં નજીવો સુધારો રહ્યો હતો. 10 ગ્રામ સોનામાં રૂ.50નો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 50,850 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,650 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. આ ઉપરાંત હોલમાર્ક દાગીનામાં પણ 10 ગ્રામ દીઠ 45 રૂપિયા વધતાં હોલમાર્ક દાગીનાનો ભાવ 49,830 રૂપિયા રહ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)
દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver price in Delhi): HDFC સિક્યોરિટી પ્રમાણે દિલ્હી સરાફા બજારમાં સોનું (99.9)માં 10 ગ્રામ સોનાનો ભાવ 271 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે આવી ગયો છે. દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવ 49,729 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ગુરુવારે 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ રહ્યું હતું. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 53,894 રૂપિયાથી ઘટીને 53,382 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. (પ્રતિકાત્મક તસવીર)
સોના-ચાંદીમાં કેમ આવ્યો ઘટાડો? : HDFC સિક્યોરિટીના કોમોડિટી એનાલિસ્ટ તપન પટેલનું કહેવું છે કે કોરોના વેક્સીનને લીને આવી રહેલા પોઝિટિવ સમાચારોના પગલે શેર બજારમાં ખરીદી પરત ફરી છે. તેના કારણે રોકાણકારોએ સોના-ચાંદીમાંથી રોકાણ ઓછું કર્યું છે. આ સાથે અમેરિકન ડોલરમાં આવેલી નરમાઈના કારણે ભારતીય રૂપિયો મજબૂત બન્યો છે. આ સંકેતના પગલે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)